Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડજમાં મોટાભાઈએ કાતરના ઘા મારી નાના ભાઈની હત્યા કરી:મૃતક બેરોજગાર હોય ઘરમાં ઝઘડા થતા, આરોપીની અટકાયત

    9 hours ago

    અમદાવાદના વાડજ વિસ્તારમાં મોટાભાઈએ કાતરના ઘા મારી નાના ભાઈની હત્યા નિપજાવી. નાનો ભાઈ બેરોજગાર હોવાના કારણે બંને ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હતા. આજે થયેલો ઝઘડો ઉગ્ર બનતા મોટાભાઈએ કાતરથી હુમલો કરતા નાના ભાઈનું મોત નિપજ્યું. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા ગાંધીનગરના ટેકરામાં 28 વર્ષીય નરેશ ચૌહાણ નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો.નરેશ બેરોજગાર હતો જેથી નરેશને તેના મોટાભાઈ રાજુ ચૌહાણ સાથે બોલાચાલી થતી હતી.આજે પણ સાંજના સમયે બંને ભાઈઓ વચ્ચે પૈસા બાબતે તકરાર થઈ હતી.બોલાચાલી ઉગ્ર બનતા ઘરમાં પડેલી કાતર વડે મોટા ભાઈ રાજુએ નાના ભાઈ નરેશ પર હુમલો કર્યો હતો.રાજુએ નરેશને પીઠ અને પેટના ભાગે કાતરના 7 થી 8 ઘા માર્યો હતો. નરેશ ઇજાને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો.ઘરમાં કોઈ હાજર ન હોવાથી રાજુ હત્યા કર્યા બાદ ઘરમાંથી નાસી ગયો હતો.મૃતકની બહેન જ્યારે ઘરમાં આવી ત્યારે નરેશ લોહીલુહાણ હાલતમાં હતો જેથી બહેને પોલીસને જાણ કરી હતી.પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ત્યારે નરેશ મૃત હાલતમાં હતો.પોલીસે નરેશના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો.બહેને હત્યા અંગે રાજુ પર શંકા વ્યક્ત કરી હતી.રાજુ ફરાર હતો જેની વાડજ પોલીસે અટકાયત કરી હતી. વાડજ પીઆઇ એચ.પી ગરાસિયાએ જણાવ્યું હતું કે રાજુએ ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જે કબ્જે કરવામાં આવશે.હાલ આરોપીને હસ્તગત કરવામાં આવ્યો છે.મૃતકની બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે.હત્યા અંગે બીજું કોઈ કારણ હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયા 1.25 લાખ દીવડાથી ઝળહળ્યું:અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં દીવાળી જેવો માહોલ, દીપ પ્રગટાવી મોદીના જન્મ દિવસની ઉજવણી
    Next Article
    ગોધરા પોલન બજારમાં PM મોદીનો જન્મદિવસ મનાવાયો:ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment