Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રી સરપ્રાઇઝ મુલાકાતે આવવાના છે...:SSGમાં વાત વહેતી થતાં જ અધિકારીઓ એલર્ટ મોડમાં, OPD સહિત ખૂણેખૂણે સાફ કરાયા

    11 hours ago

    સયાજી હૉસ્પિટલમાં સોમવારે બપોરે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હૉસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાતે આવી રહ્યા તેવી વાત પ્રસરતાં જ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓથી લઈને તબીબો અને વર્ગ-4ના કર્મીઓ સુધી સૌ કોઈ હાઈ એલર્ટ મોડમાં આવી ગયા હતા. મંત્રીની ઓચિંતી મુલાકાતમાં કોઈ ખામી ન રહી જાય તે માટે હોસ્પિટલ તંત્રમાં ભારે અફરાતફરી મચી હતી. જે પરિસરમાં સામાન્ય દિવસોમાં ગંદકી કે પાનની પિચકારીઓ જોવા મળતી હતી, ત્યાં ગણતરીની મિનિટોમાં જ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું હતું. સફાઈ સેવકોની ફોજ ઉતારી દેવાઇ અને દર્દીઓના વોર્ડ, ઓપીડી, મુખ્ય ગેલેરીઓ અને કમ્પાઉન્ડના ખૂણે-ખૂણા ઘસી-ઘસીને ચકાચક કરી દેવાયા હતા. જ્યારે કર્મીઓ પણ આઈ- કાર્ડ અને યુનિફોર્મ સાથે શિસ્તબદ્ધ ગોઠવાઈ ગયા હતા. વોર્ડ, વિભાગો સહિત પોસ્ટમોર્ટમ રૂમને પણ ધોઈને સ્વચ્છ કરાયા હતા. જ્યારે પીએમ રૂમની બાજુની જગ્યાને પણ દબાણ મુક્ત કરી દેવાઈ હતી. જોકે કલાકોની દોડધામ અને પરિશ્રમ બાદ સ્પષ્ટ થયું કે મંત્રી હોસ્પિટલની મુલાકાતે આવ્યા નથી. જોકે તેમની શહેરમાં હાજરી માત્રથી આખું હોસ્પિટલ પરિસર સ્વચ્છ અને સુઘડ બની ગયું હતું. હૉસ્પિટલમાં કેટલાક સુધારા અને સાફ-સફાઈ કરાઈ એક મહિના પહેલાં મંત્રી હૉસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન તેમણે કેટલાંક સૂચનો આપ્યાં હતાં. જે બાદ હૉસ્પિટલમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને હૉસ્પિટલમાં સાફ-સફાઈ કરાઈ હતી. પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં ભંગાર ગાડીઓ પડી રહેતી હતી તે દૂર કરાવીને ત્યાં માટી નાખવામાં આવી છે અને ત્યાં ગાર્ડન બનાવવાની કવાયત ચાલી રહી છે. - ડૉ.રંજન ઐયર, સુપરિન્ટેન્ડેન્ટ, SSG
    Click here to Read More
    Previous Article
    ફ્રૂટના અન્ય વેપારી અને લારીધારકને દંડ કરાયો:ખંડેરાવ માર્કેટ નજીક રજવાડી ચાના વેપારીએ જાહેરમાં કપ ફેંકતાં અને ફ્રૂટના વેપારીએ ગંદકી કરતાં દુકાનો સીલ
    Next Article
    શહેરમાં રબર ઉદ્યોગના ઓર્ડરમાં કડાકો:માસિક બિઝનેસ રૂ. 50 કરોડથી ઘટીને 30 કરોડે પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment