Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્રૂટના અન્ય વેપારી અને લારીધારકને દંડ કરાયો:ખંડેરાવ માર્કેટ નજીક રજવાડી ચાના વેપારીએ જાહેરમાં કપ ફેંકતાં અને ફ્રૂટના વેપારીએ ગંદકી કરતાં દુકાનો સીલ

    12 hours ago

    જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ સામે પાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ખંડેરાવ માર્કેટ પાછળ અને સિદ્ધનાથ રોડ પર ગંદકી કરનાર સામે પગલાં લેવાનું શરૂ કરી 2 દુકાનોને સીલ કરી છે અને વેપારીને દંડ ફટકાર્યો છે. તદુપરાંત લારી-ગલ્લા ધારકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં સફાઇ અભિયાન દરમિયાન દુકાન બહાર કચરો જોઈ ભડકેલા મ્યુ. કમિશનરની સૂચના બાદ દુકાનો સીલ કરાઈ હતી. સોમવારે પાલિકાની વોર્ડ 13ની ટીમે વિવિધ વેપારીઓ સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરી દંડ વસૂવ્યો હતો. ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રજવાડી ચાની દુકાનના વેપારીએ ચાના કપ જાહેરમાં ફેંકતાં દંડ ફટકારવા સાથે દુકાન સીલ કરી હતી. જ્યારે દુકાન બહાર કચરો ફેંકનાર ફ્રૂટના વેપારી અને અન્ય લારી-ગલ્લા ધારકો પાસેથી દંડની વસૂલાત કરી હતી. નોંધનીય છે કે, શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે અને દુકાન સીલ કરવા સુધી કાર્યવાહી કરી હતી સરદાર એસ્ટેટ, ગોત્રી, ગોરવા, અકોટા સહિતના વિસ્તારમાં ચેકિંગ, રૂા.2 લાખનો દંડ કટકારાયો પાલિકાની પશ્ચિમ ઝોનની ટીમ અને વોર્ડની ટીમ તેમજ ખોરાક શાખાએ સરદાર એસ્ટેટ અને ગોત્રી, ગોરવા, તાંદલજા, અકોટા અને મુજમહુડામાં ખાદ્ય એકમો, હોટલ-રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા સહિતના એકમોની તપાસ કરી હતી. ગંદકી, અયોગ્ય રીતે ખાદ્ય ચીજોના સંગ્રહ અને CD વેસ્ટ અંગે સ્થળ પર જ કાર્યવાહી કરી કુલ 2 લાખનો દંડ વસૂલ્યો હતો. 24 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધી 45 ફુડ યુનિટ સામે કાર્યવાહી ખોરાક શાખા અને વોર્ડ ટીમની સંયુક્ત ચેકિંગ ઝુંબેશમાં લાઇસન્સ/રજિસ્ટ્રેશનનો અભાવ, અસ્વચ્છતા અને પ્રતિબંધિત સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કાર્યવાહી કરાઈ હતી. જેમાં 45થી વધુ ફુડ યુનિટને બંધ કરાવાયાં હતાં. 27 ઓગસ્ટે એક જ દિવસમાં 26 યુનિટ સામે કાર્યવાહી થઈ હતી. જ્યારે 31 ઓગસ્ટે ખોરાક શાખા અને વોર્ડ ટીમ દ્વારા સંયુક્ત રીતે આશરે 8 દુકાનો-યુનિટને સીલ મારી બંધ કરાયાં હતાં.
    Click here to Read More
    Previous Article
    મેઘ મહેર:સમી સાંજે વાતાવરણમાં પલટો, 22 કિમીના પવનો ફૂંકાયા,ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ
    Next Article
    આરોગ્ય મંત્રી સરપ્રાઇઝ મુલાકાતે આવવાના છે...:SSGમાં વાત વહેતી થતાં જ અધિકારીઓ એલર્ટ મોડમાં, OPD સહિત ખૂણેખૂણે સાફ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment