Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘ મહેર:સમી સાંજે વાતાવરણમાં પલટો, 22 કિમીના પવનો ફૂંકાયા,ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ

    13 hours ago

    શહેરમાં સોમવારે મોડી સાંજે 5 વાગે 22 કિમીથી વધુની ઝડપથી પવનો ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતાં ઠંડક પ્રસરી ગઈ હતી. સૌથી વધુ માંજલપુર, મકરપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં 1 ઈંચ વરસાદ વરસતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઝડપી પવન વાદળોને શહેરના દક્ષિણ વિસ્તારમાં લઈ જતા તે વિસ્તારોમાં વધુ વરસાદ વરસ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે મહિનાના અંત સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં સોમવારે મહત્તમ તાપમાનનો પારો 35.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 26.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને સાંજે 85 ટકા નોંધાયું હતું. અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ વરસ્ય અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આ થંડરસ્ટ્રોમની એક્ટિવિટીને કારણે શહેરના અલગ-અલગ ભાગમાં વરસાદ નોંધાયો છે. જોકે પવનોને કારણે વાદળો શહેરના દક્ષિણ વિસ્તારોમાં પહોંચતાં માંજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    1 વર્ષમાં બ્રિજ બનવા પાછળનાં આ રહ્યાં કારણ:ગંભીરા બ્રિજની મજબૂતાઈ માટે 100થી વધારે ટેસ્ટ કરાયા, 60 વર્ષની આવરદા
    Next Article
    ફ્રૂટના અન્ય વેપારી અને લારીધારકને દંડ કરાયો:ખંડેરાવ માર્કેટ નજીક રજવાડી ચાના વેપારીએ જાહેરમાં કપ ફેંકતાં અને ફ્રૂટના વેપારીએ ગંદકી કરતાં દુકાનો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment