Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 વર્ષમાં બ્રિજ બનવા પાછળનાં આ રહ્યાં કારણ:ગંભીરા બ્રિજની મજબૂતાઈ માટે 100થી વધારે ટેસ્ટ કરાયા, 60 વર્ષની આવરદા

    13 hours ago

    ગત વર્ષે 14 ઓગસ્ટથી આણંદ અને વડોદરાના આર્થિક વિકાસની નવી ધમધમતી લાઇફ લાઇન જેવા ગંભીરા બ્રિજની કામગીરી શરૂ થઇ હતી. જે આ વર્ષે 13 ઓગસ્ટે પૂરી થઇ હતી. બ્રિજની મજબૂતાઈ માટે 100થી વધુ ટેસ્ટ કરાયા હતા. ઓછામાં ઓછી 60 વર્ષની આવરદા રહેશે. 12 મહિનાના રેકોર્ડબ્રેક 235 કરોડના બ્રિજ નિર્માણની ઘટના હતી. આ પાછળ કામગીરીની ચોક્કસ વ્યૂહરચના, દિવસ-રાત ધમધમતા આરસીસી પ્લાન્ટ તથા જરૂર કરતાં 3 ગણાં મશીનો ખડકી નખાયાં હતાં. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ 350 શ્રમિક, આરએન્ડબીના 3 ઓફિસર અને ઉચ્ચ કક્ષાએથી દર 15 દિવસે રિવ્યૂ કામગીરી અને આરએન્ડબી, ડિઝાઇન પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટર ટીમનું કો ઓર્ડિનેશન નિર્ણાયક બન્યું હતું. અધિકારીએ કહ્યું કે, મૂળ શિડ્યૂલમાં પાયો-પિલર, ગર્ડર અને ફિનિશિંગ-સેફ્ટી અને લેબ ટેસ્ટિંગ બધું નિયત પ્લાનિંગથી તૈયાર કર્યું હતું. આયોજનને સફળ બનાવવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના સ્ટાફ સાથે નિયમિત મીટિંગો લેવાતી હતી. ઉપરાંત કોન્ટ્રાક્ટર મંગલમ દ્વારા પણ બેસ્ટ ટીમ લવાઈ હતી. બ્રિજની આવરદા ઓછામાં ઓછી 60 વર્ષની કહેવાય છે. બ્રિજના બાંધકામના ટેસ્ટિંગ અને તેના પર ફિટ કરાતાં સૂચનાનાં બોર્ડનાં પણ ટેસ્ટિંગ કરાયાં હતાં. જેને રિફ્લેક્ટિવ ટેસ્ટિંગ કહેવાય છે જેમાં રાત્રે પ્રકાશ પડતાં અક્ષર સ્પષ્ટ વંચાય તેની ખાતરી કરવાની હતી. ગંભીરા બ્રિજની ટાઇમ લાઇન ક્ષારની અસર ટાળવા માટે દરેક સળિયાને એપોક્સી ટ્રીટમેન્ટ આપી બ્રિજના સળિયા પર એપોક્સી કોટિંગ છે. જે માટે સળિયાને વિશેષ યુનિટમાં લઇ જવાયા, જ્યાં તેના પર ખાસ એપોક્સી કેમિકલનું કોટિંગ ચઢાવ્યું છે. જેથી દરિયાઇ પાણીની અસર ન થાય. આ કોટિંગ ધરાવતો ગંભીરા બ્રિજ રાજ્યનો પ્રથમ બ્રિજ હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ટેસ્ટિંગનો 1 કિલો લોખંડ પાછળ ~15 ખર્ચ આવતાં કોસ્ટિંગ 20 ટકા વધે છે. ગંભીરા દુર્ઘટના બાદ પોર પાસે બ્રિજ બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો આરએન્ડબીનાં સૂત્રોના મુજબ ગંભીરા દુર્ઘટનાના બીજા દિવસે આરએન્ડબીના અધિકારીઓ જોખમી બ્રિજ બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે પોર બળિયાદેવ મંદિર પાસેના 50 વર્ષ જૂનો બ્રિજ ખખડધજ હોવાથી સાવચેતી માટે બંધ કરવા પ્રયાસ કરાયો હતો. પણ વાહનચાલકો અને લોકોએ વિરોધ કરતાં અધિકારીઓને પીછેહટ કરવી પડી હતી. વિશેષ સાધનોથી અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ કર્યો
    Click here to Read More
    Previous Article
    પડતર માગ ન ઉકેલાતાં શહેરના 83 સહિત રાજ્યભરના કર્મીનું આંદોલન:જમીન દફતર કચેરીના કર્મીની હડતાળ, રોજ 100થી વધુ અરજદારને ધરમ ધક્કા
    Next Article
    મેઘ મહેર:સમી સાંજે વાતાવરણમાં પલટો, 22 કિમીના પવનો ફૂંકાયા,ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment