Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડતર માગ ન ઉકેલાતાં શહેરના 83 સહિત રાજ્યભરના કર્મીનું આંદોલન:જમીન દફતર કચેરીના કર્મીની હડતાળ, રોજ 100થી વધુ અરજદારને ધરમ ધક્કા

    14 hours ago

    શહેરના 83 સહિત રાજ્યભરની જમીન દફતર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ પડતર માગણી અંગે સરકાર સાથે ઉકેલ ન આવતાં 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. આ પૂર્વે 19 સપ્ટેમ્બરથી તેઓ સામૂહિક રજા પર હતા. છેલ્લાં 5 વર્ષથી રજૂઆતો છતાં માગણી ન સંતોષાતાં કર્મચારીઓમાં રોષ છે. વડોદરા જિલ્લા મહેસૂલ વિભાગની જમીન દફતરી શાખામાં રોજ 100 જેટલા અરજદારો આવે છે, પણ હડતાળથી જમીન માપણી અને રેકર્ડ સંબંધિત કામગીરી ઠપ થતાં સમગ્ર રાજ્યમાં અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માગણીઓનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત્ રહેશે. હડતાળથી પ્રભાવિત થયેલી કામગીરી વર્ષ 2017થી સરકાર સમક્ષ પ્રશ્નો પડતર ગ્રેડ પે-પગાર વધારા સહિતની માગ છે. 2017થી સરકાર સામે પડતર પ્રશ્નો અને માગ માટે લડી રહ્યા છીએ. સર્વેયર અને સિનિયર સર્વેયર એ ટેક્નિકલ કર્મી છે અને અમે જે કામ કરીએ છીએ તેના પ્રમાણમાં પગાર ઓછો છે. અગાઉ પણ બે-ત્રણ વખત પ્રત્યક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ નીતિ વિષયક કારણોસર ઉકેલ આવ્યો નથી. - મનહર રાઠવા, પ્રમુખ, જમીન દફતર વિભાગ મંડળ
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિને સ્ટેજ પર માત્ર એક જ સ્મૃતિચિહ્ન આપવાની ગાઇડલાઇન:રાષ્ટ્રપતિના હસ્તે 30 છાત્રોને ગોલ્ડ મેડલ, બાકીના 15 મિનિટનો બ્રેક લઇને અપાશે
    Next Article
    1 વર્ષમાં બ્રિજ બનવા પાછળનાં આ રહ્યાં કારણ:ગંભીરા બ્રિજની મજબૂતાઈ માટે 100થી વધારે ટેસ્ટ કરાયા, 60 વર્ષની આવરદા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment