Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિને સ્ટેજ પર માત્ર એક જ સ્મૃતિચિહ્ન આપવાની ગાઇડલાઇન:રાષ્ટ્રપતિના હસ્તે 30 છાત્રોને ગોલ્ડ મેડલ, બાકીના 15 મિનિટનો બ્રેક લઇને અપાશે

    14 hours ago

    મ.સ.યુનિ.ના 75માં પદવીદાનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીને પગલે પરંપરાગત આયોજનમાં ફેરફાર કરાયા છે. 23 સપ્ટેમ્બરે સવારે 11:30 વાગ્યે યોજાનારા સમારોહ માટે રાષ્ટ્રપતિ કાર્યાલયે મોકલેલી પ્રોટોકોલની સૂચના મુજબ કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રપતિએ સમારોહને 1 કલાક ફાળવ્યો છે ત્યારે 202માંથી 30 મેડલ તેમના હસ્તે જ્યારે બાકીના તેઓના પ્રસ્થાન બાદ એનાયત થશે. નોંધનિય છે કે, રાષ્ટ્રપતિ દીક્ષાંત પ્રવચન કરીને પ્રસ્થાન કરશે ત્યારે રાજ્યપાલ, રાજ્ય સરકારના બે મંત્રી, ચાન્સેલર, વીસી અને રજિસ્ટ્રાર રાષ્ટ્રપતિને વિદાય આપવા જશે. જેથી 15થી 20 મિનિટનો બ્રેક પડશે. ત્યારબાદ બાકીના ગોલ્ડ મેડલનું વિતરણ થશે. રાષ્ટ્રપતિ પ્રોસેસનમાં ભાગ લેશે. આ ઉપરાંત ગોલ્ડ મેડાલિસ્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સીલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સાથે એક ગ્રુપ ફોટો પણ પડાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કોઇ પણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન કરાયું છે. યુનિ.ના સત્તાધીશોને 10 પાનાંની સૂચના, રાષ્ટ્રપતિની બેઠક વ્યવસ્થા સહિત સૂચવાયું રાષ્ટ્રપતિ કાર્યાલયે યુનિ. સત્તાધીશોને પ્રોટોકોલ અંતર્ગત 10 પેજની સૂચના મોકલી છે. તેમાં બેઠક વ્યવસ્થા, ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સ્ટેજ પર કઈ તરફથી આવશે સહિતની વિગતો આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ કયું પાણી પીવે છે અને કયા પ્રકારનું ભોજન પસંદ કરે છે તેની માહિતી પણ સૂચનાઓમાં સામેલ છે. રાષ્ટ્રપતિને સ્ટેજ પર માત્ર એક જ સ્મૃતિચિહ્ન આપવાની સૂચના આપવામાં આવી છે. કોન્વોકેશન માટે જર્મન ડોમ તૈયાર કરાયો
    Click here to Read More
    Previous Article
    માધાપરમાં નાના યક્ષનો ત્રિ-દિવસીય પારંપરિક મેળો સંપન્ન:ત્રણ દિવસના મેળામાં 80 હજાર લોકો ઉમટ્યા, કલેક્ટર અને એસ.પી.એ મુલાકાત લીધી
    Next Article
    પડતર માગ ન ઉકેલાતાં શહેરના 83 સહિત રાજ્યભરના કર્મીનું આંદોલન:જમીન દફતર કચેરીના કર્મીની હડતાળ, રોજ 100થી વધુ અરજદારને ધરમ ધક્કા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment