Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર-ખંભાળિયા હાઈવે પર ઓવરટેક કરવા બાબતે બોલાચાલી:ક્રેટા કારના ચાલકે બોલેરોના ડ્રાઈવરને માર માર્યો, 80 હજારની સોનાની ચેન ગુમ

    13 hours ago

    જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. ક્રેટા કારના ચાલકે બોલેરો કારના ડ્રાઇવરને ધક્કો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં ડ્રાઇવરની 80 હજાર રૂપિયાની સોનાની ચેન તૂટીને પડી ગયાનો આક્ષેપ છે. 5 સપ્ટેમ્બરે બપોરે ઘટના બની લાલપુર તાલુકાના નવાગામ-નંબર 9 વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવાન રાણસી જેશાભાઈ હાથીયા ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગ કરે છે. તેણે ક્રેટા કારના ચાલક અર્જુનસિંહ સામે મારામારી અને સોનાની ચેન ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 5 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે બની હતી. બોલેરો ચાલકે ક્રેટાને ઓવરટેક કરતાં બબાલ થઈ રાણસી પોતાની બોલેરો કાર નં. GJ-27-TF-8083 લઈને મોટી ખાવડીથી સાપર ગામ તરફ જઈ રહ્યો હતો. તેમની સાથે ચરણસિંગ, ગગસિંગ, શેરસિંગ અને ગૌરવકુમાર પણ હતા. મોટી ખાવડીથી આગળ નાગાર્જુન પેટ્રોલ પંપ સામે રોડ પર ટ્રક જતો હોવાથી રાણસીએ સફેદ રંગની ક્રેટા કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ક્રેટા ચાલકે પોતાની કાર રાણસીની કારની નજીક લાવી ચાલુ કારે કાચ ઉતારી બોલાચાલી કરી હતી. ત્યારબાદ સિક્કા પાટિયા પાસે સાંઈ ધાબા નજીક તેણે પોતાની કાર ઊભી રાખી. રાણસીએ પણ પોતાની બોલેરો ઊભી રાખી હતી. ધક્કો મારતા બોલેરો ચાલક સ્પેર વ્હીલ સાથે અથડાયો અને પીઠના ભાગે ઈજા થઈ રાણસી નીચે ઉતરી ક્રેટા ચાલક પાસે ગયો. ક્રેટા ચાલકે પોતાનું નામ અર્જુનસિંહ જણાવ્યું અને બોલાચાલી ચાલુ રાખી. રાણસીએ ઝઘડો ન કરવા કહેતા અર્જુનસિંહે તેમને ધક્કો માર્યો. રાણસી બોલેરોની પાછળ લગાવેલા સ્પેર વ્હીલ સાથે અથડાયો અને પીઠના ભાગે ઈજા થઈ. ક્રેટા કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ ફરિયાદ મુજબ, અર્જુનસિંહે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન લોકો ભેગા થતાં બંનેને છોડાવ્યા હતા. રાણસી ત્યાંથી પોતાની કાર લઈને જતો રહ્યો. મારામારી દરમિયાન તેના ગળામાં પહેરેલી આશરે 80 હજાર રૂપિયાની સોનાની ચેન તૂટીને ક્યાંક પડી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીએ ચેનનું બિલ બાદમાં રજૂ કરવાની વાત કરી છે. પોલીસે અર્જુનસિંહ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Snapdragon 8 Elite Gen 6 Series Roundup: Launch Date, Specifications and Expected Phones
    Next Article
    રોડ વચ્ચે જ 3 ડાલામથ્થાએ જીવતા પશુને ચીરી ખાધું:સાવરકુંડલા-રાજુલા હાઇવે પર વાહનચાલકોએ હોર્ન માર્યા છતાં સાવજો ટસના મસ ન થયા, 25 મિનિટ બાદ ઢસડીને લઈ ગયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment