Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની SSG હોસ્પિટલમાંથી સુરતના ગુજસીટોકનો આરોપી મોહસીન મીંડી ભાગ્યો, CCTV:બાથરૂમ જવાનું બહાનું કાઢીને આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો, પોલીસમાં દોડધામ મચી ગઈ

    12 hours ago

    વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનામાં આરોપી મોહસીન મીંડી પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આરોપીને સારવાર માટે હોસ્પિટલના મેલ વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ જતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આરોપી મોહસીન મીંડીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને હથકડીથી બાંધવામાં આવ્યો હતો. જોકે, બાથરૂમ જવાનું બહાનું કાઢીને આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ જતાં ફરજ પર હાજર પોલીસકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આરોપી હોસ્પિટલમાંથી કઈ રીતે ફરાર થયો અને તેમાં કોઈ બેદરકારી રહી છે કે કેમ તે સહિતની વિગતો તપાસના અંતે સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. સુરતની કુખ્યાત ‘મીંડી ગેંગ’ અને તેના સાગરિતો સામે સંગઠિત ગુનાખોરી, ડર અને આતંક ફેલાવવા બદલ સુરત પોલીસ દ્વારા કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ગેંગ વિરુદ્ધ શહેરના લાલગેટ, ચોકબજાર અને રંદરપુરા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, જાહેરમાં ફાયરિંગ, રિવોલ્વર જેવા ગેરકાયદે હથિયારો રાખવા, વેપારીઓ પાસે ખંડણી વસૂલવી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા જેવા 15થી 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આ ગેંગના સભ્યો ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા અને કસ્ટડીમાંથી ફરાર થવાના બનાવોમાં પણ સંડોવાયેલા રહ્યા છે. સતત આચરાતી આવી હિંસક પ્રવૃત્તિઓ અને આંતરિક ગેંગવોરના નેટવર્કને તોડી પાડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આ સમગ્ર ગેંગ સામે કડક કાયદો ગુજસીટોક (GUJCTOC) લાગુ કરીને આકરો કેસ દાખલ કરવામાં આવ્યો હતો
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ચેક સાથે છેડછાડ કરી પૈસા ઉપાડ્યા:ઉત્તર પ્રદેશનો શખ્સ ઝડપાયો, પોલીસે 10 હજારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો
    Next Article
    મોરબી યૂથ કોંગ્રેસ પ્રમુખની દિલ્હી જતાં અટકાયત:મુખ્ય ચૂંટણી અધિકારીના રાજીનામાની માગ સાથેના કોંગ્રેસના પ્રદર્શનમાં જતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment