Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ચેક સાથે છેડછાડ કરી પૈસા ઉપાડ્યા:ઉત્તર પ્રદેશનો શખ્સ ઝડપાયો, પોલીસે 10 હજારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો

    13 hours ago

    ભરૂચમાં બેંકના ડ્રોપબોક્સમાંથી ચેક મેળવી, તેમાં ફેરફાર કરીને ખાતેદારનું નામ ધારણ કરી રોકડ રકમ ઉપાડવાના કેસમાં ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઉત્તર પ્રદેશના એક શખ્સને પકડ્યો છે. પોલીસે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરે બેંક ઓફ બરોડાની સ્ટેશન રોડ શાખામાંથી ફરિયાદીના નામનો ચેક મેળવી તેમાં ફેરફાર કરાયો હતો. પછી બ્લુ ચિપ શાખામાંથી રોકડ રકમ ઉપાડવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન નજીક ભૃગુઋષિ બ્રિજ તરફ જતા એક શંકાસ્પદ શખ્સને પોલીસે પકડ્યો. તેની ઓળખ મહેન્દ્રપાલ સુખલાલ જાટવ (રહે. પીલીભીત, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન, બેંકની ડિપોઝિટ સ્લિપ અને કાગળની કાપલી જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા':ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ સામે વિરોધ, રાજીવ ગાંધી ભવન જતાં રોકતા પોલીસ સાથે ઘર્ષણ
    Next Article
    વડોદરાની SSG હોસ્પિટલમાંથી સુરતના ગુજસીટોકનો આરોપી મોહસીન મીંડી ભાગ્યો, CCTV:બાથરૂમ જવાનું બહાનું કાઢીને આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો, પોલીસમાં દોડધામ મચી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment