Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SSG હોસ્પિટલમાં ડાયાબીટીસ-BPની દવાની અછત, દર્દીઓ પરેશાન:છેલ્લા ત્રણ મહિનાથી અછત હોવાનો સુપ્રિટેન્ડન્ટનો સ્વીકાર, GMSCLએ સમસસર સપ્લાય ન કરતા મુશ્કેલી

    7 hours ago

    વડોદરાની મધ્યસ્થ ગણાતી એસએસજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી જીવનરક્ષક દવાઓની ભારે અછત હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં રોજેરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ આ દર્દીઓને આપવા માટે દવાનો પૂરતો સ્ટોક નથી. હોસ્પિટલમાં કુલ 1 હજાર પૈકી 350 જેટલી દવાઓનો પૂરતો સ્ટોક ન હોવાનું ખુદ હોસ્પિટલના સંચાલકો જ જણાવી રહયા છે. ત્યારે દવાના અભાવે દર્દીઓએ પણ ઓછી દવાથી કામ ચલાવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 3 મહિનાથી દવાની અછત જોવા મળી રહી છે આ સમગ્ર પરિસ્થિતિ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે સત્તાવાર નિવેદન આપતા સ્થિતિની ગંભીરતાનો સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હોસ્પિટલમાં હાલ ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા અતિ મહત્વના રોગોની દવાઓની ભારે અછત વર્તાઈ રહી છે. હોસ્પિટલની કુલ જરૂરી 1000 જેટલી દવાઓમાંથી આશરે 350 જેટલી દવાઓની અછત અથવા તો શોર્ટ સપ્લાયની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે સારવાર માટે આવતા હજારો દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી આ દવાઓની અછત સતત ચાલી રહી છે. GMSCL દ્વારા સમયસર દવાઓનો પુરવઠો નથી પહોચાડાતો હોસ્પિટલમાં સામાન્ય રીતે જીએમએસસીએલ ( ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા દવાઓનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે, પરંતુ જીએસસીએલ દ્વારા સમયસર દવાઓનો પુરવઠો ન પહોંચાડવામાં આવતા આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર તરફથી જરૂરી દવાઓ સમયસર ન મળતાં તંત્ર દ્વારા સ્થાનિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને દવાઓની ખરીદી કરવાની ફરજ પડી રહી છે.તો કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓને બહારથી પણ દવા લખી આપવી પડે છે. જો કે સરકારી હોસ્પિટલમાં જે મુજબ સ્ટોક છે તે પ્રમાણે દવા આપવામાં આવે જ છે જેથી ગરીબ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે. SSGમાં વર્ષે 30 કરોડથી વધુ દવાનો વપરાશ હાલ દર્દીઓની દૈનિક જરૂરિયાત સામે આશરે 25 થી 30 ટકા જેટલી દવાઓની સીધી અછત જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલમાં દર વર્ષે આશરે 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતની દવાઓનો વપરાશ થતો હોય છે, જે દર્શાવે છે કે અહીં દર્દીઓનો પ્રવાહ કેટલો મોટો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દવાઓની પ્રાપ્યતા અને શોર્ટ સપ્લાય અંગે દર મહિને ઉચ્ચ કક્ષાએ સરકારને વિગતવાર અહેવાલ અને રિપોર્ટ પણ મોકલવામાં આવી રહ્યો છે. તેમ છતાં છેલ્લા ત્રણ માસથી સ્થિતિ યથાવત રહેતા દર્દીઓ અને તેમના સગાંઓને બહારથી મોંઘા ભાવે દવાઓ ખરીદવાનો વારો આવ્યો છે, જેનાથી સ્થાનિક કક્ષાએ વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યુ- ફોર્મ 6માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો:ચૂંટણી પંચને સવાલ- TCSને આદેશ કોણે આપ્યો, કંપનીમાં મંજૂરી કોણે આપી
    Next Article
    મોરબીમાં મચ્છુ નદી કાંઠે સ્વચ્છતા અભિયાન:‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પ્રભારી મંત્રી, મેયર, સાંસદ સહિત અનેક લોકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment