Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીએ કહ્યુ- ફોર્મ 6માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો:ચૂંટણી પંચને સવાલ- TCSને આદેશ કોણે આપ્યો, કંપનીમાં મંજૂરી કોણે આપી

    6 hours ago

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા મતદારોના રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવાતા ઓનલાઈન ફોર્મ 6માં ફેરફારને લઈને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ફોર્મ 6માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. તેમણે પૂછ્યું કે ચૂંટણી પંચમાં કોને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને ફેરફાર કરવાનો આદેશ આપ્યો અને TCSમાં તેને કોણે મંજૂરી આપી. તેમણે એ પણ પૂછ્યું કે શું કંપની પર કોઈ દબાણ હતું. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ફોર્મ-6માં ફેરફાર અને SIR સાથે જોડાયેલા નિર્ણયોને લઈને 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચે બુધવારે SIR પૂર્ણ થઈ ચૂકેલા રાજ્યોમાં ફોર્મ-6માં મોટો ફેરફાર કર્યો હતો. હવે SIR દરમિયાન નામ કપાઈ ગયા બાદ ફરીથી નામ ઉમેરાવવા માટે 2003ની મતદાર યાદીની માહિતી આપવી નહીં પડે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે જુલાઈ 2026માં મુખ્ય ચૂંટણી કમિશનરે ફોર્મ 6માં ગેરબંધારણીય રીતે ફેરફાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ Gen-Z મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો હતો. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા હતા. ચૂંટણી પંચ અને SIRના મુદ્દે બુધવારે INDIA બ્લોકની બેઠક યોજાઈ હતી।. તેમાં વિપક્ષી પક્ષોએ 6 ઓક્ટોબરે ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢવાનો અને મતદાર યાદી સાથે જોડાયેલા મુદ્દાઓ રાષ્ટ્રપતિ સમક્ષ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. વિપક્ષી ગઠબંધને આગામી ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવાની માગ પણ કરી છે અને SIR સાથે જોડાયેલા કેસોની વહેલી સુનાવણીની અપીલ કરી છે. ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શુભમન ગિલે ઈશાન-મેક્સવેલના રેકોર્ડ્સના કચ્ચરઘાણ:વન-ડે ક્રિકેટનો સૌથી આક્રમક રનચેઝ; ગુવાહાટીમાં હાઇસ્કોરિંગ મેચમાં રેકોર્ડ્સની વણઝાર લાગી
    Next Article
    SSG હોસ્પિટલમાં ડાયાબીટીસ-BPની દવાની અછત, દર્દીઓ પરેશાન:છેલ્લા ત્રણ મહિનાથી અછત હોવાનો સુપ્રિટેન્ડન્ટનો સ્વીકાર, GMSCLએ સમસસર સપ્લાય ન કરતા મુશ્કેલી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment