Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલે ઈશાન-મેક્સવેલના રેકોર્ડ્સના કચ્ચરઘાણ:વન-ડે ક્રિકેટનો સૌથી આક્રમક રનચેઝ; ગુવાહાટીમાં હાઇસ્કોરિંગ મેચમાં રેકોર્ડ્સની વણઝાર લાગી

    13 hours ago

    ભારતે વેસ્ટ ઇન્ડીઝને બીજી વન-ડેમાં 8 વિકેટે હરાવી દીધું. ટીમે 406 રનનો ટાર્ગેટ માત્ર 43.3 ઓવરમાં ચેઝ કરી લીધો. આ વન-ડેમાં ભારતનો સૌથી મોટો રનચેઝ છે. 20 વર્ષ બાદ કોઈ ટીમે બીજી ઇનિંગ્સમાં 400 રનનો ચેઝ કર્યો છે. 2006માં સાઉથ આફ્રિકાએ આ પરાક્રમ કર્યું હતું. ટીમના કેપ્ટન શુભમન ગિલે અણનમ 223 રનની ઇનિંગ્સ રમતાં વન-ડેની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી. રનચેઝમાં કોઈ ખેલાડીનો આ સૌથી મોટો સ્કોર પણ છે. બીજી તરફ, મેચમાં સદી ફટકારનાર રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં પોતાના 12 હજાર રન પૂરા કરી લીધા. ભારત vs વેસ્ટ ઇન્ડીઝ મેચમાં બનેલા ટૉપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો ભારતે વન-ડેમાં પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો. આ પહેલાં ટીમે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 360 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એકંદરે, આ વન-ડે ક્રિકેટનો બીજો સૌથી મોટો સફળ રનચેઝ છે. પ્રથમ સ્થાન પર સાઉથ આફ્રિકા છે, જેણે 2006માં ઓસ્ટ્રેલિયા સામે 435 રનનો ચેઝ કર્યો હતો. 2. વન-ડેમાં ભારતના નામે સૌથી વધુ 400+ સ્કોર ભારતે વન-ડેમાં સૌથી વધુ વખત 400+ રન બનાવ્યા છે. ટીમે આવું 9 વખત કર્યું છે. 3. વન-ડેમાં સૌથી ઝડપી 300 રન પૂરા કરનારી ટીમ ભારત ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં 29.1 ઓવરમાં 300 રન પૂરા કર્યા. આ વન-ડેમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી ઝડપી 300 રન છે. આ પહેલાં સાઉથ આફ્રિકાએ 2006માં ઓસ્ટ્રેલિયા સામે 32.2 ઓવરમાં આ આંકડો પાર કર્યો હતો. 4. ગિલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી શુભમન ગિલે 117 બોલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી. આ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો. ઈશાને 2022માં બાંગ્લાદેશ સામે 126 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. 5. વન-ડે રનચેઝમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં અણનમ 223 રનની ઇનિંગ રમી. આ વન-ડે રનચેઝમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. આ પહેલાં ગ્લેન મેક્સવેલે 2023માં અફઘાનિસ્તાન સામે અણનમ 201 રનની ઇનિંગ રમી હતી. 6. ગિલ વન-ડેમાં સૌથી ઝડપી 11 સદી ફટકારનાર ભારતીય શુભમન ગિલે 68 ઇનિંગ્સમાં 11મી વન-ડે સદી પૂરી કરી. તે આ ફોર્મેટમાં ભારત માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં 11 સદી ફટકારનારા બેટર બન્યો. તેણે કોહલીની 82 ઇનિંગ્સનો રેકોર્ડ તોડ્યો. વર્લ્ડ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના હાશિમ અમલા 64 ઇનિંગ્સ સાથે ટોચ પર છે. 7. ગિલે વન-ડેનો ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં અણનમ 223 રનની ઇનિંગ રમી. આ વન-ડે ઇતિહાસનો ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. રોહિત શર્મા 264 રન સાથે પ્રથમ અને માર્ટિન ગપ્ટિલ અણનમ 237 રનની ઇનિંગ સાથે બીજા ક્રમે છે. 8. ગિલ એક દેશમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 2 હજાર રન બનાવનાર ખેલાડી ગિલે ભારતમાં 33 ઇનિંગ્સમાં 2 હજાર વન-ડે રન પૂરા કર્યા. કોઈ એક દેશમાં આ સૌથી ઝડપી 2 હજાર વન-ડે રન છે. તેણે વેસ્ટ ઇન્ડીઝમાં ડેસમંડ હેન્સની 36 ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો. 9. સચિન-કોહલીની ક્લબમાં સામેલ થયો રોહિત રોહિતે મેચમાં 73મો રન પૂરો કરતાં જ વન-ડેમાં પોતાના 12 હજાર રન પૂરા કરી લીધા. તે ભારત માટે 12 હજાર રન બનાવનાર ત્રીજો અને કુલ મળીને સાતમો બેટર છે. તેના પહેલાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. 10. રોહિતે 282 ઇનિંગ્સમાં 12 હજાર વન-ડે રન પૂરા કર્યા રોહિતે 282 ઇનિંગ્સમાં 12 હજાર વન-ડે રન પૂરા કર્યા. તે આ આંકડા સુધી પહોંચનાર બીજો સૌથી ઝડપી ખેલાડી છે. કોહલી પ્રથમ સ્થાને છે, જેમણે 242 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 11. કુલદીપે 123 વન-ડેમાં 200 વિકેટ પૂરી કરી કુલદીપ યાદવે 123 વન-ડે મેચમાં 200 વિકેટ પૂરી કરી. વન-ડેમાં ભારત માટે આ બીજી સૌથી ઝડપી 200 વિકેટ છે. પ્રથમ સ્થાને મોહમ્મદ શમી છે, જેમણે 104 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 12. મેચમાં કુલ 811 રન બન્યા ભારત અને વેસ્ટ ઇન્ડીઝે બંને ઇનિંગ્સ મળીને ગુવાહાટીમાં 811 રન બનાવ્યા. આ કોઈ વન-ડે મેચમાં ત્રીજા સૌથી વધુ રન છે. 2006માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ 872 રન બન્યા હતા. 13. વેસ્ટ ઇન્ડીઝે વન-ડેનો પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો વેસ્ટ ઇન્ડીઝે ગુવાહાટીમાં 7 વિકેટે 405 રન બનાવ્યા. આ ટીમનો વન-ડેમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં તેનો સૌથી મોટો સ્કોર 389 રન હતો, જે તેણે 2019માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે પણ પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ પહેલાં ભારત સામે વેસ્ટ ઇન્ડીઝનો સૌથી મોટો સ્કોર 333 રન હતો. ટીમે આ સ્કોર 1983માં જમશેદપુરમાં બનાવ્યો હતો. 14. કેમ્પબેલ ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝનો બેટર જ્હોન કેમ્પબેલે 65 બોલમાં સદી ફટકારી. ભારત સામે કોઈપણ વેસ્ટ ઇન્ડીઝના બેટરે ફટકારેલી આ સૌથી ઝડપી સદી છે. આ પહેલાં આ રેકોર્ડ રોવમેન પોવેલના નામે હતો, જેમણે 1999માં 72 બોલમાં સદી ફટકારી હતી. અમીર જાંગુ આ જ મેચમાં 70 બોલમાં સદી ફટકારીને બીજા ક્રમે છે. અહીંથી ટૉપ-2 મોમેન્ટ્સ… 1. સદી પૂરી કરવા અનોખી રીતે દોડ્યો રોહિત 26મી ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્માએ સદી પૂરી કરી. તેણે વિટેલ લૉવ્સના બોલ પર એક રન લઈને 100 રન પૂરા કર્યા. સિંગલ લેતી વખતે તે અનોખી રીતે દોડ્યો. તે ઘૂંટણ ઊંચાં કરીને ધીમે દોડતો જોવા મળ્યા. આવી રીતના તેણે પોતાની સેન્ચુરીનું સેલિબ્રેશન કર્યું. સદી પૂરી થતાં જ તેણે હાથમાં બેટ ઊંચું કરીને દર્શકોનું અભિવાદન કર્યું. 2. શુભમન ગિલે હેલમેટ બેટ પર રાખીને ડબલ સેન્ચુરીની ઉજવણી કરી ગિલે 39મી ઓવરમાં વિટેલ લૉવ્સના બોલ પર એક રન લઈને કારકિર્દીની બીજી ડબલ સેન્ચુરી ફટકારી. 200 રન પૂરા થતાં જ તે પહેલાં હવામાં ઉછળ્યો. ત્યારબાદ હેલમેટ ઉતારીને તેને બેટ પર રાખ્યું અને તેને હાથમાં પકડીને હવામાં લહેરાવ્યું. આ સાથે જ તેણે ડ્રેસિંગ રૂમમાં પોતાના સાથી ખેલાડીઓ અને દર્શકોનું અભિવાદન કર્યું. ----------------------- મેચ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ભારતે પહેલીવાર 400+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો:કેપ્ટન ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી, નોટઆઉટ 223 રન ફટકાર્યા, રોહિતની 35મી સદી; WI સામે સિરીઝ જીતી ટીમ ઈન્ડિયાએ પોતાના 52 વર્ષના વન-ડે ઇતિહાસમાં પહેલીવાર 400 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો. બુધવારે ગુવાહાટીમાં રમાયેલી સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 405 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 43.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને આ વિશાળ ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ ઐતિહાસિક વિજય સાથે ભારતે 3 મેચની સિરીઝમાં 2-0થી જીત મેળવી લીધી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    SC की खिंचाई के बाद पुलिस के बचाव में उतरे योगी; बोले- बिना सुरक्षा भीगी बिल्ली बनते देर नहीं लगती
    Next Article
    રાહુલ ગાંધીએ કહ્યુ- ફોર્મ 6માં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો:ચૂંટણી પંચને સવાલ- TCSને આદેશ કોણે આપ્યો, કંપનીમાં મંજૂરી કોણે આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment