Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મચ્છુ નદી કાંઠે સ્વચ્છતા અભિયાન:‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પ્રભારી મંત્રી, મેયર, સાંસદ સહિત અનેક લોકો જોડાયા

    6 hours ago

    મોરબી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત મચ્છુ નદીના કાંઠે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી આ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, કમિશનર સંગીતા રૈયાણી, કોર્પોરેટર, સ્થાનિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ સાથે મળીને નદી કાંઠા વિસ્તારની સફાઈ કરી હતી. પ્રભારી મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, સ્વચ્છતા માત્ર એક દિવસની ઝુંબેશ નથી, પરંતુ આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનવી જોઈએ. નદીઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ દરેક નાગરિકની ફરજ છે.
    Click here to Read More
    Previous Article
    SSG હોસ્પિટલમાં ડાયાબીટીસ-BPની દવાની અછત, દર્દીઓ પરેશાન:છેલ્લા ત્રણ મહિનાથી અછત હોવાનો સુપ્રિટેન્ડન્ટનો સ્વીકાર, GMSCLએ સમસસર સપ્લાય ન કરતા મુશ્કેલી
    Next Article
    સુરસાગર પાસે વરલી મટકાના અડ્ડા પર LCBનો દરોડો:આંક-ફરકાની કાપલીઓ, એક્ટિવા સહિત ₹48,480ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment