Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરસાગર પાસે વરલી મટકાના અડ્ડા પર LCBનો દરોડો:આંક-ફરકાની કાપલીઓ, એક્ટિવા સહિત ₹48,480ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

    5 hours ago

    વડોદરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરસાગર વિસ્તારમાં ચાલતા આંકડા ફેરના જુગારધામ પર સપાટો બોલાવ્યો હતો. બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ પોલીસે પાડેલા દરોડામાં પકડાયેલા આરોપીની ઓળખ હનીફભાઈ ભીંડાવાલા તરીકે થઈ છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આંક-ફરકા લખેલી જુગારની કાપલીઓ, ₹14,480ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને એક એક્ટિવા વાહન મળી કુલ ₹48,480નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કાર્યવાહી અને તપાસ સુરસાગર નજીક જાહેર જગ્યા પર ગેરકાયદેસર રીતે ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મચ્છુ નદી કાંઠે સ્વચ્છતા અભિયાન:‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પ્રભારી મંત્રી, મેયર, સાંસદ સહિત અનેક લોકો જોડાયા
    Next Article
    बिजनौर में दोस्तों ने पहले पिलाई खूब शराब और फिर उतार दिया मौत के घाट

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment