Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળઝાળ ગરમીથી રાહત મેળવવા SSGમાં 50 કૂલર ભાડેથી લવાયા:દર્દીઓને રાહત મળી, ભાડુ ખરીદ કિંમતથી વધારે થતું હોવાની ચર્ચા; દર વર્ષે જરૂર પડે તો ખરીદતા નથી?

    4 days ago

    હાલમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં પંખાની સુવિધા વચ્ચે દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિશેષ કૂલરની વ્યવસ્યથા કરવામાં આવી છે. હાલમાં 50 જેટલા કૂલર ભાડે વિવિધ વોર્ડમાં મુકવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલ ભાડા પેટે કામચલાઉ ધોરણે ગરમીના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે તે માટે 50 જેટલા કૂલર લાવવામાં આવ્યા છે. કૂલર આવતા દર્દીઓને ચોક્કસ રાહત થઈ છે, પરંતુ તેનું ભાડું કૂલરની કિંમતથી વધારે થતું હોય તેવું દર વર્ષે સામે આવે છે, ત્યારે સવાલ થાય છે કે તેટલા જ રૂપિયામાં કુલર શા માટે ખરીદી કરવામાં આવતી નથી. 'જ્યાં જ્યાં વધારે જરૂરિયાત છે, એવી બધી જગ્યાઓ પર આ કુલર મુકાશે' આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડો હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, SSG હોસ્પિટલ વિશાળ એરિયામાં પથરાયેલી છે. હમણાં ગરમીની ઋતુ ચાલી રહી છે અને હીટવેવની આગાહી પણ છે. તો આ સંદર્ભે અમારી હોસ્પિટલના દર્દીઓ પરેશાન ન થાય તેમજ હીટસ્ટ્રોકના દર્દીઓને પણ રાહત મળે એ માટે અમારી હોસ્પિટલ દ્વારા 50 કુલર ભાડે લેવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે, હાલમાં આ કુલર અમારા હીટસ્ટ્રોક વોર્ડ, મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, ઓર્થો વોર્ડ તેમજ જ્યાં જ્યાં વધારે જરૂરિયાત છે એવી બધી જગ્યાઓ પર આ કુલર મુકવામાં આવશે. આ માટે કેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે બાબતે હું કઈ જણાવી શકીશ નહીં.
    Click here to Read More
    Previous Article
    મેઉ ગામની જમીનના નામે ઇન્દ્રાડના ખેડૂત સાથે 1.44 કરોડની ઠગાઈ:ખોટા ખેડૂત ઉભા કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા, ગોજારીયાના સોની સામે ફરિયાદ
    Next Article
    Tamil Nadu Government Formation LIVE Updates: TVK chief Vijay arrives at Governor’s residence with backing of 120 MLAs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment