Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેર જગ્યામાં જુગાર રમતા:ઘોઘા ના થળસર ગામે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા, એક ફરાર

    1 day ago

    પોલીસે રૂ.3700 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો ઘોઘા પોલીસે થળસર ગામ તલાવડી વિસ્તાર લીમડા ના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો પૈકી 2 લોકોને ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તેમની પાસેથી રૂ.3700 રોકડા અને ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, થળસર ગામ તલાવડી વિસ્તારની પડતર જાહેર જગ્યામાં આવેલ લીમડા ના ઝાડ નીચે કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જુગાર રમતા 3 ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ.3700 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સોઓમાં રાજુભા ઉર્ફે ગટીશ જીલુભા ગોહિલ ઉ.મ.38, રહે.થળસર ગામ, અજયસિંહ જેકુભા ગોહિલ ઉ.મ.30 રહે.થળસર ગામ ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જેનું નામ હરદેવસિંહ ખોડુભા ગોહિલ રહે.થળસર ગામ વાળા ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા,જયારે જુગારના પટમાં પડેલ જુગારના સાહિત્ય મળી કુલ 3700 ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી 3 શખ્સો વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળના પૂરમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 26 થઈ:અમદાવાદ-આણંદના સૌથી વધુ લોકો, 26માં અનેક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ
    Next Article
    કલમસરની કંપનીમાં મૃતક શ્રમિકના પરિવારને 30 લાખનું વળતર:15 દિવસ પહેલા કામે લાગેલા શ્રમિકના મોત બાદ પોલીસ-ગ્રામજનો વચ્ચેના ઘર્ષણમાં 3 પોલીસકર્મી સહિત 5ને ઈજા થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment