Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો નિર્ણય:પક્ષી અભયારણ્યના વિકાસ માટે મનપા 4.29 હેક્ટર જમીન વન વિભાગને સોંપશે

    17 hours ago

    પોરબંદર મનપાની જનરલ બોર્ડની સામાન્ય સભા મેયર સાગર મોદીના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, ડેપ્યુટી કમિશનર કિશન ગરસર અને વિવિધ સમિતિના ચેરમેન તથા કોર્પોરેટરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં શહેરના વિકાસ અને નાગરિકોને સીધી રાહત આપતા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. જેમાં સૌથી મોટો અને રાહતરૂપ નિર્ણય ઓનલાઈન બિલ્ડિંગ પરમિશન મેળવતી વખતે પ્રોપર્ટી કાર્ડ સમયસર ન મળવાને કારણે પડતી મુશ્કેલીઓ બાબતે લેવાયો છે. અરજદારોને પ્રોપર્ટી કાર્ડ માટે મહિનાઓ સુધી ધક્કા ખાવા ન પડે તે માટે સીટી સર્વે કચેરીમાં કરેલી અરજીની નકલ અને નિયત શરતો (દા.ત. 1 વર્ષમાં અથવા બી.યુ. સર્ટિફિકેટ મેળવતા પહેલા રજૂ કરવાની શરતે) આધારે પરવાનગી આપવાની છૂટ આપવા બાબતનો મહત્ત્વનો પ્રસ્તાવ જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલા પક્ષી અભયારણ્યના સર્વાંગી વિકાસ માટે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ મનપા હસ્તકની 4.29 હેક્ટર જમીન વન વિભાગને ફાળવવા માટે સામાન્ય સભામાં સર્વાનુમતે સહમતિ દર્શાવવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ : કચરાના વર્ગીકરણ અને દંડ માટેના કડક બાય-લોઝ લાગુ કરાશે‎ સુપ્રીમ કોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન કરવા માટે સરકારની સૂચના અનુસાર પોરબંદર મનપા માટે ધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના નવા બાય-લોઝ બનાવવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ વિવિધ પ્રકારના કચરાનું ફરજિયાત વર્ગીકરણ કરવું, કચરો એકત્ર કરી પરિવહન કરવું તેમજ મનપા દ્વારા દંડ અને ચાર્જ વસૂલ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે, જે બુકલેટ સ્વરૂપે રજૂ કરી મંજૂર કરવામાં આવશે. દંડ વધુ રકમમાં હશે. દિવ્યાંગો માટે મોટી ભેટ: મહેકમમાં‎4 ટકા જગ્યાઓ અનામત રહેશે‎ સરકારના હુકમ અનુસાર મનપાના વર્ગ-2 ના મહેકમની કુલ 12 સંવર્ગની જગ્યાઓ પૈકી ભારત સરકારના ગેઝેટ મુજબ 4 ટકા જગ્યાઓ બેન્ચમાર્ક ડિસેબિલિટી (દિવ્યાંગતા) ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રાખવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વર્ગ-2 ની 12 જગ્યાઓ માટે ભરતી અને બઢતીના નિયમો બનશે મનપાના મંજૂર થયેલા સૂચિત મહેકમ અન્વયે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ઓડિટર, એકાઉન્ટ ઓફિસર, સ્પોર્ટ્સ ઓફિસર સહિતની કુલ 12 જેટલી વર્ગ-2 ની જગ્યાઓ માટે ભરતી અને બઢતીના નિયમોનો ડ્રાફ્ટ જીપીએમસી એક્ટની કલમ હેઠળ મંજૂર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    આશ્રમના સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ:પોરબંદરમાં પરિણીત દીકરીને બ્લેકમેઇલ કરનાર સામે સિંધી સમાજ મેદાને : આવેદન
    Next Article
    જમીન ખાતે ચડાવવાના મુદ્દે ઘરે આવી ત્રણ શખ્સોનો હુમલો:જમીનનું કામ ચાલે છે 2 દિવસ બાદ સહી કરી આપીશ કહેતા વૃદ્ધનો હાથ ભાંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment