Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશ્રમના સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ:પોરબંદરમાં પરિણીત દીકરીને બ્લેકમેઇલ કરનાર સામે સિંધી સમાજ મેદાને : આવેદન

    17 hours ago

    પોરબંદરની સિંધી સમાજની પરણીત દીકરીને બ્લેકમેઇલની ઘટનામાં સિંધી સમાજના આગેવાનો રોષ વ્યકત કરી ​સિંધી જનરલ પંચાયત દ્વારા ડીવાયએસપી મારફતે એસપીને આવેદન આપી આશ્રમના સંચાલક સામે આક્ષેપો કરી કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. ​પોરબંદરમાં સિંધી સમાજની પરિણીત દીકરીને સંબંધ રાખવા માટે દબાણ કરી, બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસ આપી લગ્નજીવન બરબાદ કરનાર શખ્સ સામે કડક કાયદેસરના પગલાં ભરવા સિંધી જનરલ પંચાયત દ્વારા પોલીસતંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ​પીડિતાને સાથે રાખી પંચાયતના પ્રમુખ રાજુભાઈ હરિયાણી અને આગેવાન રાજુભાઈ ચીમનાણી સહિતના પ્રતિનિધિમંડળે ડીવાયએસપી સમક્ષ ન્યાય માટે ધા નાખી હતી. આવેદનમાં જણાવાયું છે કે સમાજના જ રવિ નેભનાણી મારફતે પીડિતા પ્રાગાબાપા આશ્રમના સંચાલક તુષાર ભુંડિયાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ શરૂ થયેલા વિવાદ અને ગૃહક્લેશના પગલે સાસરિયાઓએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતાં તેનો સંસાર વેરવિખેર થઈ ગયો હોવાના આક્ષેપો કરી સમાજની દીકરીને ન્યાય અપાવવા તેમજ અન્ય કોઈ દીકરી આવી જાળમાં ન ફસાય તે માટે તંત્ર તાત્કાલિક ધોરણે આકરા પગલાં લેવા માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ.82,499ના ખોવાયેલા ચાર મોબાઇલ શોધી પોલીસે અરજદારોને પરત કર્યા
    Next Article
    મનપાનો નિર્ણય:પક્ષી અભયારણ્યના વિકાસ માટે મનપા 4.29 હેક્ટર જમીન વન વિભાગને સોંપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment