Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ.82,499ના ખોવાયેલા ચાર મોબાઇલ શોધી પોલીસે અરજદારોને પરત કર્યા

    18 hours ago

    રાણાવાવ પોલીસે ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપવાની કામગીરી કરી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી કુલ રૂ.82,499ના 4 ખોવાયેલા મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મોબાઇલ તેના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરની સૂચનાથી પોલીસ સ્ટાફે CEIR પોર્ટલની મદદથી ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા હતા. CEIR પોર્ટલની મદદથી રામ રાણાભાઇ લીંબોલા, રાજુભાઈ ભુવા જીગ્નેશ અરવિંદ કોરીંગા અને રોહિતકુમાર નંદાણીયાના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાણાવાવ પોલીસે આ તમામ અરજદારોને તેમના ખોવાયેલા મોબાઇલ પરત સોંપ્યા હતા. આટલી કાળજી રાખો મોબાઇલનો IMEI નંબર નોંધીને સુરક્ષિત જગ્યાએ રાખો. મોબાઇલમાં સ્ક્રીન લોક અને મજબૂત પાસવર્ડ રાખો. મોબાઇલમાં Find My Device ફીચર ચાલુ રાખો. અજાણ્યા વ્યક્તિને મોબાઇલ આપવાનું ટાળો. જાહેર સ્થળો, બજાર અને મુસાફરી દરમિયાન મોબાઇલ સુરક્ષિત રાખો. મોબાઇલમાં બેંકિંગ અને UPI એપ્સ હોય તો સુરક્ષાની વિશેષ કાળજી રાખો. મોબાઇલ ખોવાઈ જાય તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરો અને CEIR પોર્ટલ (ceir.gov.in) પર જઈને મોબાઇલ બ્લોક કરવાની પ્રક્રિયા કરો.
    Click here to Read More
    Previous Article
    મગફળી જાડીના રૂ.1620, કાળા તલના રૂ.3500 ભાવ રહ્યા:યાર્ડમાં મગફળીની 25,800 અને ધાણાની 2000 કિલોની આવક
    Next Article
    આશ્રમના સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ:પોરબંદરમાં પરિણીત દીકરીને બ્લેકમેઇલ કરનાર સામે સિંધી સમાજ મેદાને : આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment