Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગફળી જાડીના રૂ.1620, કાળા તલના રૂ.3500 ભાવ રહ્યા:યાર્ડમાં મગફળીની 25,800 અને ધાણાની 2000 કિલોની આવક

    19 hours ago

    પોરબંદર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સોમવારના રોજ કૃષિ જણસીઓની મબલખ આવક નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ મગફળી જાડી અને ધાણા લઈને ખેડૂતો વેચાણ માટે પહોંચ્યા હતા.યાર્ડમાં મગફળી, ધાણા, કાળા તલ, ચણા, જીરૂ, ઘઉં ટુકડા, અડદ અને સીંગ ફાડાની આવક થઈ હતી. ​માર્કેટીંગ યાર્ડ ખાતે જાહેર હરાજીમાં ખેડૂતોને માલની ગુણવત્તા પ્રમાણે ૨૦ કિલો દીઠ યોગ્ય અને પોષણક્ષમ બજાર ભાવો પ્રાપ્ત થયા હતા. યાર્ડમાં તેલીબિયાં, મસાલા પાક, અનાજ અને કઠોળ સહિતની વિવિધ જણસીઓની એકસાથે સારી આવક થતાં સમગ્ર માર્કેટ પરિસરમાં વ્યાપારી ધમધમાટ જોવા મળ્યો હતો. યાર્ડમાં તેલીબિયાં પાકોમાં મગફળી જાડીની કુલ 25,800 કિલો આવક નોંધાઈ હતી, જેના 20 કિલોના રૂ.1200 થી 1620 ભાવ બોલાયા હતા. આ ઉપરાંત કાળા તલની 1000 કિલો આવક સામે રૂ.3500 રહ્યા હતા,મસાલા પાકોની આવકમાં જીરૂની 300 કિલો આવક સામે 20 કિલો દીઠ રૂ.4250 થી 5025 રૂપિયા નોંધાયો હતો. જ્યારે ધાણાની 2000 કિલો આવક સામે 20 કિલોના રૂ.2700 થી 3150 સુધી પહોંચ્યા હતા. અન્ય કૃષિ પેદાશોમાં ઘઉં ટુકડાની 200 કિલો આવક સામે ભાવ 540 રૂપિયા રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    15 લાખના 11 તોલા સોનાના ઘરેણાંકલાકોમાં નેત્રમ ટીમે શોધી આપ્યા:ઓશવાળ સર્કલ પાસે પડી ગયેલી થેલી રિક્ષાચાલકે ઉપાડી હતી, કેમેરામાં દેખાયો
    Next Article
    ભાસ્કર વિશેષ:તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ.82,499ના ખોવાયેલા ચાર મોબાઇલ શોધી પોલીસે અરજદારોને પરત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment