Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 નવેમ્બર સુધી જાહેરનામું અમલી:અમરેલીમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડનું કામ શરૂ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર

    15 hours ago

    અમરેલી શહેરમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવાની કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ મુજબ રાધેશ્યામ ચોકડીથી લાઠી રોડ તરફ જતાં ભારે વાહનોએ સાવરકુંડલા ચોકડી થઈ પસાર થવાનું રહેશે. જકાતનાકાથી લાઠી રોડ તરફ જતાં ભારે વાહનોએ સોમનાથ મંદિર અને રાધેશ્યામ ચોકડી થઈ આગળ વધવાનું રહેશે. જ્યારે જકાતનાકા અને રાધેશ્યામ ચોકડી તરફથી સેન્ટર પોઈન્ટ જતાં નાના વાહનોએ સોમનાથ મંદિરથી જૂની જેલ તરફ, બી.એ.પી.એસ. મંદિર પાસે થઈને જવાનો માર્ગ અપનાવવાનો રહેશે. ચાવંડ તથા લાઠી તરફથી સેન્ટર પોઈન્ટ થઈ સોમનાથ મંદિર તરફ આવતાં મોટાં વાહનોએ લાઠી ચોકડી અને રાધેશ્યામ ચોકડી થઈ પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    જમીન ખાતે ચડાવવાના મુદ્દે ઘરે આવી ત્રણ શખ્સોનો હુમલો:જમીનનું કામ ચાલે છે 2 દિવસ બાદ સહી કરી આપીશ કહેતા વૃદ્ધનો હાથ ભાંગ્યો
    Next Article
    ઓક્ટોબરમાં કેસર કેરીની આવક:જૂનાગઢ માર્કેટયાર્ડમાં પહેલીવાર આવી, કિલોના રૂા. 230, પોરબંદરમાં રૂા. 1400

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment