Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્ટોબરમાં કેસર કેરીની આવક:જૂનાગઢ માર્કેટયાર્ડમાં પહેલીવાર આવી, કિલોના રૂા. 230, પોરબંદરમાં રૂા. 1400

    14 hours ago

    સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં જ જોવા મળતી કેસર કેરીએ આ વર્ષે અનોખો રેકોર્ડ સર્જ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઓક્ટોબર મહિનામાં કેસર કેરીની આવક નોંધાઈ છે, જે સમગ્ર ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. માધવપુર પંથકમાંથી આવેલી 20 કિલો જેટલી આ કેસર કેરીની આવકથી યાર્ડના વહીવટદારોને પણ આશ્ચર્ય થયું છે. 26 ઓક્ટોબરના રોજ માર્કેટિંગ યાર્ડમાં આ ઓફ-સીઝન કેરીની સત્તાવાર હરાજી કરવામાં આવી હતી, જેમાં પ્રતિ કિલોના ભાવ 200 થી 230 રૂપિયા સુધી ઉપજ્યા હતા. પોરબંદરમાં કમોસમી કેરીના જે ભાવ બોલાયા,‎એટલી દુષ્કાળ સહાય સરકારે માંડ જાહેર કરી‎ પોરબંદર જિલ્લાને દુષ્કાળ જાહેર કરી પ્રતિહેકટરે રૂ.8500ની જાહેરાત કરી છે ત્યારે આજે યાર્ડમાં ઉનાળાના પ્રારંભે આવક થતી કેસર કેરી શિયાળાના પ્રારંભે આવક થઈ હતી.યાર્ડમાં રાણાવાવ અને હનુમાનગઢ ગામેથી 4 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી ત્યારે દુષ્કાળ સહાય કરતાં કેરીના ભાવ બમણા મળ્યા હતા. યાર્ડમાં 10 કિલોના રૂ.14,000 બોલાયા હતા. સામાન્ય રીતે કાળઝાળ ઉનાળાના પ્રારંભે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તેવી સ્વાદિષ્ટ અને રસદાર કેસર કેરીનું આગમન આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ થતાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ સર્જાયું છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે અચાનક 4 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી. આવું જૂનાગઢ યાર્ડમાં પહેલીવાર બન્યું જુનાગઢ યાર્ડમાં ઓક્ટોબર મહિનામાં કેસર કેરી આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. આની પહેલા જૂનાગઢ યાર્ડમાં ક્યારે કેસર કેરી ઓક્ટોબર મહિનામાં આવી નથી. અમે વેપારી પાસેથી અને સંપૂર્ણ વિગત લીધી હતી. ઉપરાંત કયા ખેડૂતે આપી હતી તેની પણ વિગત લીધી હતી. > ડી.જે. કપુરીયા, ફ્રુટ વિભાગ, જુનાગઢ યાર્ડ
    Click here to Read More
    Previous Article
    27 નવેમ્બર સુધી જાહેરનામું અમલી:અમરેલીમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડનું કામ શરૂ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર
    Next Article
    સુરેન્દ્રનગર PGVCLની 31 ટીમોએ 8 ગામોમાં દરોડા પાડ્યા:356 વીજ જોડાણ ચકાસ્યા, 56મા ગેરરીતિ : 20.30 લાખનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment