Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર PGVCLની 31 ટીમોએ 8 ગામોમાં દરોડા પાડ્યા:356 વીજ જોડાણ ચકાસ્યા, 56મા ગેરરીતિ : 20.30 લાખનો દંડ ફટકાર્યો

    13 hours ago

    સુરેન્દ્રનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચોરી અટકાવવા અને ગેરકાયદે કનેક્શન સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અધિક્ષક ઈજનેર એન.એન. અમીનની સીધી રાહબરી હેઠળ પીજીવીસીએલની 31 ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરાયું હતું. ટીમ દ્વારા સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ આવતા નગરા, રામપરા, રૂપાવટી, વેળાવદર, સુજાનગઢ, થાન, વાગડિયા અને વઢવાણ સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. વીજ તંત્રની ટીમો દ્વારા કુલ 356 વીજ જોડાણોની સ્થળ તપાસ કરાઈ જેમાં ઘર વપરાશના 325, વાણિજ્ય (કોમર્શિયલ) હેતુના 21 અને ખેતીવાડીના 10 જોડાણોનો સમાવેશ થાય છે. આ ચકાસણી દરમિયાન ઘર વપરાશના 54, વાણિજ્ય હેતુના 1 અને ખેતીવાડીના 1 મળીને કુલ 56 વીજ જોડાણોમાં ખુલ્લેઆમ વીજ ચોરી પકડી રૂ. 20.30 લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બહાના : મીટર બગડી ગયું હોવાથી કામચલાઉ વાયર જોડ્યો હતો વીજચોરો મુખ્ય લાઈન પર લંગરિયા નાખી સીલ સાથે છેડછાડ કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવે છે. ટીમ પહોંચતાં જ ગ્રાહકોએ મીટર બગડી ગયું હોવાથી કામચલાઉ વાયર જોડ્યો હતો, ઈમરજન્સી હતી કે થોડા સમય માટે જ લાઈન લીધી છે જેવાં બહાના બતાવ્યા હતા. 32 કિસ્સામાં તો સીધી લાઈનમાંથી જ ચોરી અમારી 31 ટીમોએ 19 પોલીસ જવાનો અને 4 વીડિયોગ્રાફરોને સાથે રાખી દરોડા પાડ્યા હતા. 32 કિસ્સામાં તો કોઈ પણ જાતના મીટર વગર સીધી લાઈનમાંથી ડાયરેક્ટ વીજ ચોરી પકડાઈ છે. - એન.એન. અમીન, અધિક્ષક ઈજનેર
    Click here to Read More
    Previous Article
    ઓક્ટોબરમાં કેસર કેરીની આવક:જૂનાગઢ માર્કેટયાર્ડમાં પહેલીવાર આવી, કિલોના રૂા. 230, પોરબંદરમાં રૂા. 1400
    Next Article
    Q2 Results Today LIVE Updates: Paytm Profit Rises 3%; KFin Tech Profit Surges 33%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment