Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજો કબજે:અમદાવાદ અને રાજકોટમાં 14 કોલ સેન્ટર શરૂ કરી ખેડૂતોને ફસાવી જમીન હડપવાનું કૌભાંડ પકડાયું

    9 hours ago

    પડધરીના સરપદડ ગામના યુવાન વેપારીને આર્થિક ભીડનો ગેરલાભ ઉઠાવી.5.50 લાખની લોન આપી સાટાખતના બહાને 9 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી રૂ.1,07,16,000 પડાવવાના પ્રકરણમાં પડધરી પોલીસે મુખ્ય સૂત્રધાર અલ્પેશ ગોપાલભાઈ દોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદુભાઈ વીરડિયા, પીયૂષ વીરડિયા અને વચેટિયા હિરેન લુણાગરિયા સામે ગુનો નોંધી અલ્પેશ દોંગાની ધરપકડ કરી હતી. તપાસમાં અલ્પેશ અને અક્ષિત 10 વર્ષથી રાજકોટ-અમદાવાદમાં કોલ સેન્ટર ખોલી 14 મહિલા ટેલિકોલર રાખીને લોનના બહાને ખેડૂતોને ફસાવવાનું કારસ્તાન ચલાવતા હોવાનું ખૂલ્યું છે. અલ્પેશ સામે 13 ગુના નોંધાયા છે. માત્ર ગીતા નામથી 4800 મહિલાની પ્રોફાઇલ અલ્પેશની ઓફિસમાંથી પોલીસે જપ્ત કરી રાજકોટ અને અમદાવાદના કોલ સેન્ટરમાં રૂરલ પોલીસના દરોડા બાદ પોલીસને ગીતા નામ ધરાવતી મહિલાઓના નામ-સરનામા સહિતની વિગતો ધરાવતી 4800 પ્રોફાઇલ મળી આવી છે. અલ્પેશનો ઇરાદો તેમને ટ્રેપ કરવાનો હતો. અલ્પેશ દોંગાની ઓફિસમાંથી આ ડેટા મળી આવતા તમામ ગીતા નામધારી મહિલાઓનો સંપર્ક કરી તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. સૌથી વધુ પાટીદારોને અલ્પેશ દોંગાએ શિકાર બનાવ્યા | પોલીસની પ્રાથમિક તપાસમાં પણ એવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે કે, અલ્પેશનો શિકાર બનનાર નિર્દોષ ખેડૂતોમાં મોટાભાગના પાટીદારો છે. 8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજો કબજે | પોલીસને રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા એમ 8 જિલ્લાના 32 ખેડૂતોના 7/12, 8-અ, આધાર-પાન કાર્ડ, સાટાખત કરારો, સહી કરેલા 25 કોરા ચેક મળી આવ્યા છે. ખેડૂતોનો સંપર્ક કરી તપાસ કરાશે. કૌભાંડના રૂપિયાનું શું કર્યું તેની તપાસ કરાશે અલ્પેશ દોંગાના કૌભાંડનો આંકડો કરોડો રૂપિયામાં થાય છે અને હવે રૂરલ પોલીસે તેની છેતરપિંડીનો ભોગ બનનાર દરેક નિર્દોષ ખેડૂતોને ન્યાય અપાવવા કમર કસી છે. જેના ભાગરૂપે કૌભાંડનો આંકનો તાળો મેળવવા તથા કૌભાંડથી મેળવેલા રૂપિયા અલ્પેશ દોંગાએ કયાં વાપર્યા તેની તપાસ હાથ ધરશે. આ માટે અલ્પેશ દોંગાનો જેલમાંથી કબજો મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. > વિજયસિંહ ગુર્જર, રાજકોટ જિલ્લા પોલીસવડા
    Click here to Read More
    Previous Article
    ડીજેના સતત ઘોંઘાટથી કાનમાં સીટીઓ વાગી:ગોત્રી-SSG સહિતની હોસ્પિટલમાં ઓછું સંભળાવાની ફરિયાદ સાથે 50થી વધુ દર્દી પહોંચ્યા
    Next Article
    એકલતા દૂર કરવા 4-5 બંગાળીએ શરૂ કરેલી દુર્ગાપૂજા:એકલતા દૂર કરવા 4-5 બંગાળીએ શરૂ કરેલી દુર્ગાપૂજા આજે 89 વર્ષની પરંપરા બની ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment