Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકલતા દૂર કરવા 4-5 બંગાળીએ શરૂ કરેલી દુર્ગાપૂજા:એકલતા દૂર કરવા 4-5 બંગાળીએ શરૂ કરેલી દુર્ગાપૂજા આજે 89 વર્ષની પરંપરા બની ગઈ

    8 hours ago

    1938માં અમદાવાદ કાપડ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર હતું. આજીવિકા રળવા કોલકાતાથી 4થી 5 બંગાળી અમદાવાદ આવ્યા. મિલમાં નોકરીએ લાગ્યા. રોજગારી તો મળી ગઈ પણ વતન ભુલાતું નહોતું. અમદાવાદ એમને પારકો પ્રદેશ લાગતું હતું. એકલાપણું લાગતું હતું. નવરાત્રિમાં દુર્ગા મહોત્સવ માટે કોલકાતા જવાનું શક્ય નહોતું. કારણ કે 3થી 4 દિવસ પહોંચતાં લાગે. એટલે પોળમાં જ્યાં રહેતા હતા ત્યાં ઘરમાં જ દુર્ગા પૂજા કરવાનું નક્કી કર્યું. 1938માં બંગાળી લોકોએ જે પ્રથમ વાર દુર્ગા પૂજા કરી એ આજે 89 વર્ષમાં પરંપરા બની ગઈ અને ‘કાલી બારી દુર્ગા મહોત્સવ’ તરીકે ઓળખાવા લાગી. 89 વર્ષમાં પોળથી સિંધુ ભવન સુધીની દુર્ગા મહોત્સવની યાત્રા વિશે બંગાળ કલ્ચર ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી અનલ મુખરજી કહે છે, પોળમાં પહેલી વાર દુર્ગા પૂજા થયા પછી લાલ દરવાજા પાસે ચીનુભાઈ હાઉસમાં સ્થળ મળ્યું. અહીં દુર્ગા પૂજાની સાથે નાટક, રમતોત્સવ જેવા કાર્યક્રમો પણ થવા લાગ્યા. એ પછી પાલડીમાં ઉત્સવ કર્યો. ત્યાંથી 1989 આસપાસ નવરંગપુરા આવ્યા. અહીં 10 વર્ષ સ્થાયી થયા પછી થલતેજમાં ઉત્સવો યોજાયા. 2018માં રાજપથ-રંગોલી રોડ પર અર્બન ચોકની સામે કાલીબારી મંદિર બનાવાયું. શરૂઆતમાં બંગાળી સમાજના લોકો માટે એકબીજાને મળવાનું એકમાત્ર કારણ દુર્ગા પૂજા હતું. આથી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો શરૂ કર્યા અને વર્ષ આખામાં 50 કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે માયાપુર ઇસ્કોન થીમ, મા દુર્ગાને સુવર્ણ શણગાર કરાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને કોરોના પણ પૂજા રોકી નહોતા શક્યા 89 વર્ષમાં પૂજા ક્યારેય બંધ રખાઈ નથી. કોરોનામાં પણ પૂજા કરાઈ હતી. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ ટાણે કોલકાતાથી માટી લાવી શકાય તેવી સ્થિતિ નહોતી. એ સમયે NIDના વિદ્યાર્થીઓએ કાર્ડબોર્ડથી મા દુર્ગાની પ્રતિમા બનાવીને ઉત્સવ ઉજવ્યો હતો. બંગાળી ન હોય એવા મહેમાનો એક ટીમ બંગાળની સંસ્કૃતિ સમજાવે છે કાલી બારી દુર્ગા મહોત્સવમાં બંગાળી સિવાયના લોકો પણ આવતા હોય છે. બંગાળી ન હોય એ લોકોને બંગાળની સંસ્કૃતિ, રહેણીકરણી, ખાણીપીણી સમજાવવા માટે ઍસોસિયેશનની એક ટીમ સ્થળ પર રહેતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજો કબજે:અમદાવાદ અને રાજકોટમાં 14 કોલ સેન્ટર શરૂ કરી ખેડૂતોને ફસાવી જમીન હડપવાનું કૌભાંડ પકડાયું
    Next Article
    8 ઓક્ટોબર સુધી અરજી કરાશે, દિવ્યાંગો માટે 6 જગ્યા અનામત:GPSC દ્વારા મેરીટાઈમ બોર્ડમાં વર્ગ-1-2ની 15 જગ્યા પર ભરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment