Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 ઓક્ટોબર સુધી અરજી કરાશે, દિવ્યાંગો માટે 6 જગ્યા અનામત:GPSC દ્વારા મેરીટાઈમ બોર્ડમાં વર્ગ-1-2ની 15 જગ્યા પર ભરતી

    7 hours ago

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની વર્ગ-1 અને વર્ગ-2 ના વિવિધ ટેકનિકલ અને વહીવટી સંવર્ગોમાં કુલ 15 જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરાઇ છે. ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો 24 સપ્ટેમ્બર 8 ઓક્ટોબર સુધી આયોગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ઝુંબેશમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કુલ 6 જગ્યા અનામત રાખવામાં આવી છે. જેમાં મરીન ઈજનેરમાં 1, ઈજનેર સર્વેયરમાં 1, બંદર અધિકારીમાં 1, મદદનીશ બંદર અધિકારીમાં 1, ટ્રાફિક ઓફીસર 1 અને સેફ્ટી ઓફીસરની 1 જગ્યાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય કુલ 9 જગ્યાઓ ભરાશે. વર્ગ-1ના પદ માટે વયમર્યાદા મહત્તમ 42થી 45 વર્ષ નક્કી કરાઈ છે, જ્યારે 7મા પગારપંચ મુજબ વિવિધ પદ અને નોટફિેકશન મુજબ પગારધોરણ મળશે. વર્ગ-2 ના પદો માટે વયમર્યાદા 18 થી 40 વર્ષ રહેશે. અનામત અને દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ ઉંમર મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે. GPSC ભરતી અને જગ્યાઓની સંખ્યા ખાસ દિવ્યાંગ માટેની ભરતી મરીન ઈજનેર 01 ઈજનેર સર્વેયર 01 બંદર અધિકારી-અધિક બંદર અધિકારી 01 મ.બંદર અધિકારી 01 ટ્રાફિક ઓફીસર 01 સેફ્ટી ઓફીસર 01
    Click here to Read More
    Previous Article
    એકલતા દૂર કરવા 4-5 બંગાળીએ શરૂ કરેલી દુર્ગાપૂજા:એકલતા દૂર કરવા 4-5 બંગાળીએ શરૂ કરેલી દુર્ગાપૂજા આજે 89 વર્ષની પરંપરા બની ગઈ
    Next Article
    How 13 British Colonies Became the Strongest Country in the World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment