Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્ર અમેરિકાથી માતાના અંતિમસંસ્કાર માટે આવ્યો ને મૃતદેહ ડિકમ્પોઝ મળ્યો:‘અમને ન્યાય જોઈએ, મૃતદેહ નહીં લઈ જઈએ’, પરિવારનો હોબાળો; SSGના સુપ્રિન્ટેન્ડન્ટે ટેક્નિકલ ક્ષતિ હોવાનું કબૂલ્યું

    3 days ago

    શહેરની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. બે દિવસ બાદ હોસ્પિટલે પહોંચેલો પરિવાર સ્તબંધ મળતી માહિતી મુજબ, રંજનબેન વ્યાસ નામની મહિલાનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર વિદેશમાં હોવાથી, તેના પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું હતું. આથી, મૃતદેહને સુરક્ષિત રાખવા માટે બે દિવસ અગાઉ એસ.એસ.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. બે દિવસ બાદ જ્યારે રંજનબેનનો પુત્ર વિદેશથી વડોદરા પરત ફર્યો અને અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારના વિરોધને પગલે પોલીસ દોડી આવી કારણ કે કોલ્ડરૂમમાં રાખવા આવેલ મૃતદેહની સ્થિતિ ખુબજ ખરાબ હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેમણે આ બેદરકારી બાબતે જવાબ માંગ્યો, ત્યારે હોસ્પિટલના સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની જતાં તાત્કાલિક રાવપુરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પરિવારે તબીબોને માર માર્યોનો આરોપ આક્રોશમાં આવેલા પરિવારજનો અને લોકોએ તબીબોને માર માર્યો હોવાના અક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક તબીબો સાથે થયેલા વર્તન અને ઝપાઝપી મામલે રાવપુરા પોલીસે ફરિયાદ માટે પોહચ્યા છે. ત્યારે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ટેક્નિકલ ક્ષતિ આવતાં તાપમાન જાળવી શકાયું નહોતુંઃ સુપ્રિન્ટેન્ડન્ટ આ અંગે સયાજી હોપિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડો રંજન ઐયરે જણાવ્યું કે, પરમ દિવસે રાત્રે વૃદ્ધ મહિલા રંજનબેન વ્યાસના મૃતદેહને મોર્ચ્યુરી કેબિનેટમાં રાખવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો પરદેશથી આવી રહ્યા હોવાથી ડિકમ્પોઝ ન થાય તે માટે મોર્ચ્યુરી સેવા આપવામાં આવી રહી હતી. આ મોર્ચ્યુરી કેબિનેટ્સ દાતા સંસ્થાઓ તરફથી મળેલા છે અને અમે સામાજિક જરૂરિયાત તરીકે મૃતદેહોને સાચવીએ છીએ. જો કે, જે યુનિટમાં રંજનબેનનું શબ રાખવામાં આવ્યું હતું તેમાં ટેક્નિકલ ક્ષતિ આવતાં તાપમાન જાળવી શકાયું નહોતું. તરત જ જાણ થતાં જ શબને અન્ય કાર્યરત યુનિટમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું. ઓન-ડ્યુટી સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરો પર હુમલો તેમણે વધુમાં જણાવ્યું કે, આ એક ટેક્નિકલ ખામી હતી. કોઈ માનવસર્જિત ભૂલ નહોતી. 44 ડિગ્રીના બહારના તાપમાનમાં યુનિટ ઓવરહીટ થઈ ગયું હોય તેવી શક્યતા છે. આ ઘટના બાદ મૃતકના સગાઓના ટોળાએ હોસ્પિટલના ડોક્ટરો, ઓન-ડ્યુટી સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટરો પર હુમલો કર્યો હતો. સુપ્રિન્ટેન્ડન્ટે આ હુમલાને લોકશાહી વિરુદ્ધ અને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યો છે અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડન્ટે સ્પષ્ટ કર્યું કે, ડોક્ટરો હાલમાં સ્ટ્રાઈક પર નથી ગયા, પરંતુ તેમને મનાવવા અને આવી ઘટના ફરી ન બને તે માટે સરકાર પાસેથી વધુ સુરક્ષાની માંગ કરીશું. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિ રચવામાં આવશે. હાલમાં તમામ મૃતદેહોને આજના દિવસ માટે ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવાગામ ચિરોડામાં પ્રેમ સંબંધની અદાવતમાં લોહિયાળ ખેલ:બે પરિવાર વચ્ચે ધોકા અને પાઈપથી મારામારી, મહિલા સહિત અનેક ઘાયલ; બંન્ને પક્ષે સામસામે ફરિયાદ
    Next Article
    15 મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ:નવી કોર્પોરેશનમાં કોણ બનશે પ્રથમ મેયર, જુઓ સંભવિત પદાધિકારીઓના નામ અને ફોટા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment