Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાગામ ચિરોડામાં પ્રેમ સંબંધની અદાવતમાં લોહિયાળ ખેલ:બે પરિવાર વચ્ચે ધોકા અને પાઈપથી મારામારી, મહિલા સહિત અનેક ઘાયલ; બંન્ને પક્ષે સામસામે ફરિયાદ

    3 days ago

    ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળ આવતા નવાગામ ચિરોડા ગામે જૂના પ્રેમ સંબંધની અદાવતમાં બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લગ્ન કરવાની જીદ અને ઘર પાસેથી પસાર થવા જેવી સામાન્ય બાબતોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષોએ એકબીજા પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલા સહિત કુલ 6 લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 'અમારા ઘર પાસેથી કેમ નીકળે છે?' ફરિયાદી રાહુલ કાળુભાઈ મકવાણા (ઉ.વ. 20) ના જણાવ્યા મુજબ, તે જ્યારે પાનની દુકાને જઈ રહ્યો હતો ત્યારે ગામના કિરણદાસ અગ્રવાત, સુરેશ નિમાવત અને અભિષેકે તેને અટકાવ્યો હતો. "તારાથી અમારા ઘર પાસેથી કેમ નીકળાય?" તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. યુવક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત રાહુલે આક્ષેપ કર્યો છે કે, વર્ષ પહેલા તેને ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તે યુવતી લગ્ન કરવા માંગતી હતી, જેની અદાવત રાખીને આ ત્રણેય શખ્સોએ તેના ઘરે ઘૂસી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાહુલ અને તેના મામા લલિતભાઈ તથા ગણેશભાઈને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વરતેજ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. લગ્ન કરવાની ના પાડતા પાઈપ વડે હુમલો કર્યો બીજી તરફ, કિરણદાસ કાળીદાસ અગ્રાવતે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, યુવતીએ રાહુલ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હોવાથી રાહુલ, લલિત અને ગણેશ મકવાણા ઉશ્કેરાઈ ગયા હતા. રાહુલે લોખંડના પાઈપ વડે અભિષેકના માથામાં ઘા માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ કિરણદાસની પત્ની અને સુરેશભાઈ પર ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંન્ને પક્ષના થઈને 6 શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. વરતેજ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. BNS કલમ 115(2), 352, 351(2), 54 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    LCB એ બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો:રીઢા ગુનેગાર પાસેથી ત્રણ એક્ટિવા જપ્ત કરાયા
    Next Article
    પુત્ર અમેરિકાથી માતાના અંતિમસંસ્કાર માટે આવ્યો ને મૃતદેહ ડિકમ્પોઝ મળ્યો:‘અમને ન્યાય જોઈએ, મૃતદેહ નહીં લઈ જઈએ’, પરિવારનો હોબાળો; SSGના સુપ્રિન્ટેન્ડન્ટે ટેક્નિકલ ક્ષતિ હોવાનું કબૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment