Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ કચ્છમાં LCB પોલીસે ગેરકાયદે ખનીજ ભરેલો ટ્રક ઝડપ્યો:રાયધનઝર રોડ પર બ્લેક ટ્રેપ મેટલના જથ્થા સાથે ટ્રક જપ્ત

    2 days ago

    પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને ચોરી રોકવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટીમો સતર્ક છે. આ અભિયાનના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છે વધુ એક સફળ કામગીરી કરી ખનન માફિયાઓને કડક સંદેશ આપ્યો છે. LCB ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે દેખરેખ રાખી રહી હતી. તે દરમિયાન રાયધનઝરથી ચીરાસર તરફ જતો ટ્રક નંબર GJ 12 BV 4816 શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો. તપાસ કરતા તેમાં બ્લેક ટ્રેપ મેટલનો જથ્થો ભરેલો હતો. ખનીજ પરિવહન માટેના દસ્તાવેજોમાં ગેરરીતિ જણાતા પોલીસે ટ્રકને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ટ્રકમાં ભરાયેલા બ્લેક ટ્રેપ મેટલનો સ્ત્રોત, તે ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, તેની કાયદેસર રોયલ્ટી ભરવામાં આવી હતી કે નહીં, તેમજ પરિવહન સંબંધિત તમામ દસ્તાવેજોની વિગતવાર તપાસ કરી રહી છે. તપાસ બાદ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવીની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના પરિણામે સફળ બની હતી. પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તાજેતરમાં જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહનના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ, પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કને વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે કાયદેસર ખનિજ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડામાં બંધ કરાયેલો રસ્તો ખૂલ્યો:TDOની સૂચના બાદ સરપંચ દિનેશ ભરવાડે જેસીબીથી ખાડો પુરાવી રસ્તો પૂર્વવત કર્યો
    Next Article
    1 Dead, Vehicles Swept Away As Flash Floods Hit J&K's Rajouri

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment