Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલુપુર રેલવે સ્ટેશને તસ્કરોએ આંગડિયા કર્મીને નિશાન બન્યો:ગુજરાત મેઈલ ટ્રેનમાં ચઢતી વખતે જયંતિભાઈની બંડી કાપીને રૂ. 15 લાખના હીરાની ચોરી

    9 hours ago

    અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ગુજરાત મેઈલ ટ્રેનમાં ચઢતી વખતે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરે પટેલ જયંતિભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીના કર્મચારીની ખાસ બંડી કાપીને રૂ. 15 લાખની કિંમતના 11,901 નંગ પોલિશ કરેલા હીરા ભરેલા પાર્સલની ચોરી કરી લીધી હતી. આ અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 15 લાખના કિંમતી હીરાની ચોરી મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદના રાયપુરમાં રહેતા 53 વર્ષીય મંછારામ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. 29 સપ્ટેમ્બરે તેઓ ભાગીદાર મદનસિંગ રાઠોડ સાથે મુંબઈ સુધી કિંમતી સામાન પહોંચાડવા નીકળ્યા હતા. ખાસ ડિઝાઈન કરેલી બંડીમાં હીરાના પાર્સલ મૂકીને તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર 7 પર ગુજરાત મેઈલ ટ્રેનમાં થેલો મૂકીને બીજો થેલો લેવા દરવાજા પાસે જતાં ભીડનો લાભ લઈ તસ્કરે ધારદાર વસ્તુ વડે પેન્ટ અને અંદરની ખાસ બંડી કાપી નાખી હતી. તસ્કર બંડીના ખિસ્સામાંથી મુંબઈ મોકલવાનું પાલનપુરથી આવેલું 100.65 કેરેટના 11,901 નંગ હીરાનું પાર્સલ (કિંમત રૂ. 15 લાખ) ચોરીને ફરાર થઈ ગયો હતો. મુંબઈ માલ પહોંચાડ્યા બાદ ફરિયાદ નોંધી ચોરીની જાણ થતાં જ કર્મચારીઓએ પેઢીના માલિકોને જાણ કરી હતી. જોકે, તેમની પાસે અન્ય ગ્રાહકોનો પણ કિંમતી સામાન હોવાથી તેમણે પ્રથમ મુંબઈ સુધીનો સામાન સુરક્ષિત પહોંચાડ્યો હતો. ત્યારબાદ પરત આવીને તેમણે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કારમાં CNG ભરતાં સમયે જ સિલિન્ડર બ્લાસ્ટ, CCTV:કારના ફુરચે-ફુરચા, અન્ય બે વાહનમાં પણ નુકસાન; કરજણ NH-48 પરનો પંપ ધણધણી ઉઠ્યો
    Next Article
    માંગરોળની નહેરમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો:કોસંબા પોલીસે ગુનો નોંધી ઓળખ માટે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment