Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળની નહેરમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો:કોસંબા પોલીસે ગુનો નોંધી ઓળખ માટે તપાસ શરૂ કરી

    9 hours ago

    માંગરોળના નંદાવ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાંકરાપાર જમણા કાંઠાની મોટી નહેરમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ ગુનો નોંધ્યો છે. હાલ મૃતકની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય ઘટનાની વાત કરીએ તો કામરેજ પોલીસની હદમાં આવેલ ખોલવડ ગામની સીમમાં કામરેજ ચાર રસ્તા થી ખોલવડ તરફ જતા સર્વિસ રોડ પર ને.હા.નં-48ની બાજુમાં અજાણ્યા ઇસમની લાશ પડી હોવાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા હરકતમાં આવેલી કામરેજ પોલીસ તાત્કાલિક ધોરણે બનાવનાં સ્થળે દોડી ગઇ હતી. જોકે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી અજાણ્યા ઇસમની લાશનો કબ્જો મેળવી જેની ઓળખ અંગે કવાયત હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    કાલુપુર રેલવે સ્ટેશને તસ્કરોએ આંગડિયા કર્મીને નિશાન બન્યો:ગુજરાત મેઈલ ટ્રેનમાં ચઢતી વખતે જયંતિભાઈની બંડી કાપીને રૂ. 15 લાખના હીરાની ચોરી
    Next Article
    "Felt Like Bait" With "Lions Around": Cornell Survivor Told Investigators

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment