Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના મકરપુરામાં સ્કૂટર અને બાઇક વચ્ચે અથડામણ:બન્ને વાહનોના ઈજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખસેડાયા; પોલીસે તપાસ હાથ ધરી

    13 hours ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ સ્ટેશન પાસે સ્કૂટર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બંને વાહનોના ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે સ્થળ પર સ્થાનિકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાહનો વચ્ચે અથડામણ થતાં અફરાતફરી મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર અને બાઇક વચ્ચે કોઈ કારણોસર જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનચાલકો રસ્તા પર પટકાતાં ગંભીર રીતે ઘવાયા હતા. બનાવને પગલે આસપાસના સ્થાનિકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતમાં લોહીલુહાણ થયેલા બંને વાહનચાલકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને ચાલકોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટનાની જાણ મળતાં જ સ્થાનિક પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ સાથે અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કિર્તીદાનના ગરબાના પાસ 1700ને બદલે 1000માં વેચાશે:કહ્યું-બે દિવસ પહેલા ડોમ પડ્યો એ માતાજીનો શુભ સંકેત હતો, દશેરા સુધી ગરબા રમીશું
    Next Article
    મેડ સંધુ મર્ડર કેસના 3 શૂટરો ગુજરાતમાંથી ઝડપાયા:વાપીમાં ATS અને વલસાડ SOGના સંયુક્ત ઓપરેશનમાં દબોચાયા, પંજાબ પોલીસ તપાસ માટે લઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment