Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિર્તીદાનના ગરબાના પાસ 1700ને બદલે 1000માં વેચાશે:કહ્યું-બે દિવસ પહેલા ડોમ પડ્યો એ માતાજીનો શુભ સંકેત હતો, દશેરા સુધી ગરબા રમીશું

    11 hours ago

    9 ઓક્ટબરની સાંજે અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ નામથી યોજાનારા ગરબાનો AC ડોમ ધરાશાયી થયો હતો. જેને કારણે ગરબા 1 દિવસ મોડા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. 12 ઓક્ટોબરથી હવે ખુલ્લામાં ગરબા યોજાશે. આ અંગે દિવ્ય ભાસ્કરે કિર્તીદાન ગઢવી અને ગરબા આયોજક સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આયોજનથી લઈ પાસના ભાવ 1500-1700થી ઘટાડી 999 કર્યા હોવાની વિગત શેર કરી હતી. ડોમ પડવાની જાણ થવા અંગે કહ્યું કે, ડોમ પડવાના સમાચાર મળ્યા ત્યારે હું ભુજમાં પ્રિ નવરાત્રિ માટે ગયો હતો. મુંબઈથી ગરબા કરાવીને ભુજ આવ્યો હતો. ત્યાર બાદ મેં સૌથી પહેલા આયોજક સાથે વાતચીત કરી હતી. બે મહિનાથી ડોમ બનતો હતો. જેથી 2 દિવસમાં ફરીથી ડોમ ઉભો થઈ શકે તેમ ન હોવાથી મેં મારા મિત્રો અને આયોજક સાથે સતત સંપર્ક કરી નવા આયોજન અંગે ચર્ચા કરી હતી. આ પણ વાંચો: બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાનો ડોમ ધરાશાયી ‘નવા એસી ડોમની કિંમત કરતા ઓછા ભાવમાં મળશે’ હવે અમે એ જ ગ્રાઉન્ડમાં ખુલ્લામાં ગરબા કરવાના છીએ.એક દિવસ કેન્સલ થયો તેની જગ્યાએ દશેરા સુધી ગરબા કરીશું. ખુલ્લામાં પણ લાઈટ,સાઉન્ડનો નજારો અલગ હશે. ખુલ્લુ આકાશ અને નીચે ધરતી વચ્ચે ગરબા કરવામાં આવશે. જે લોકોએ પાસ લઈ લીધા હોય તેમના માટે અને પાસ લેવા માગતા નવા ખેલૈયાને લઈ કહ્યું કે, જે લોકોએ પાસ લીધો હશે તે પાસથી ખુલ્લામાં ગરબા કરીશું. તેમાં પ્રવેશ મળશે. હવે નવા પાસની કિંમત પણ એસી ડોમ કરતા ઓછી રહેશે. ખેલૈયાઓ વધુ ઉત્સાહ સાથે ગરબા કરી શકશે તેની અમારી ગેરંટી છે. ‘જેને રિફંડ જોઈતું હોય તેને રિફંડ આપીશું’ જ્યારે ગરબા આયોજક જીગર ચૌહાણે જણાવ્યું હતું કે ડોમ પડ્યાના 48 કલાકમાં ખુલ્લામાં ગરબાનું આયોજન કરીએ છીએ.અગાઉ 6500નો પાસ પણ હતો તે કેન્સલ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ 2500 રૂપિયા સુધીનો પાસ મળશે. લોકોને સારી સુવિધા મળશે. જે લોકોને રિફંડ જોઈતું હોય તેમને પૈસા પરત પણ કરીશું અને જેમને એસી ડોમનો પાસ રાખવો હોય તેને સરભર પણ કરીશું. આ પણ વાંચો કિંજલ દવે, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી આ વખતે ક્યાં રમઝટ બોલાવશે? જાણો કયા સિંગર ક્યાં પરફોર્મ કરશે આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના અનેક સિંગર અમદાવાદમાં નવરાત્રિ કરવા આવવાના છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને નવું શું જોવા મળશે. કયા સિંગર કયા વેન્યૂ પર પર્ફોર્મ કરશે તે જણાવી રહ્યા છીએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    પહેલા નોરતે લવ જિહાદ વિરોધી પોસ્ટરો:ડો. હર્ષ કેસમાં નવો ઘટસ્ફોટ, ખુલ્લી ગટર 9 મહિનાની બાળકીને ગળી ગઈ; અમદાવાદમાં ગરબા મંજૂરીમાં લોચો
    Next Article
    વડોદરાના મકરપુરામાં સ્કૂટર અને બાઇક વચ્ચે અથડામણ:બન્ને વાહનોના ઈજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખસેડાયા; પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment