Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડ સંધુ મર્ડર કેસના 3 શૂટરો ગુજરાતમાંથી ઝડપાયા:વાપીમાં ATS અને વલસાડ SOGના સંયુક્ત ઓપરેશનમાં દબોચાયા, પંજાબ પોલીસ તપાસ માટે લઈ ગઈ

    16 hours ago

    પંજાબના અમૃતસરમાં થયેલા બહુચર્ચિત મધુ સુદાન સિંહ ઉર્ફે ‘મેડ સંધુ’ હત્યા કેસમાં ગુજરાત ATS અને વલસાડ SOGને મોટી સફળતા મળી છે. હત્યાની ઘટના બાદ ગુજરાતમાં આવીને વાપીમાં છુપાયેલા ત્રણ વોન્ટેડ આરોપીઓને સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન હત્યા પહેલાંની રેકી અને ગુનામાં તેમની ભૂમિકા અંગે વિગતો મેળવવામાં આવી હતી. ત્યારબાદ પંજાબ પોલીસની વિશેષ ટીમ ત્રણેય આરોપીઓને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે પંજાબ લઈ ગઈ હતી. અમૃતસરમાં 3 ઓક્ટોબરે ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર, 3 ઓક્ટોબર, 2026ના રોજ પંજાબના અમૃતસરના લોરાહકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક મધુ સુદાન સિંહ ઉર્ફે ‘મેડ સંધુ’ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે વાપીમાં ATS અને SOGનું ઓપરેશન હત્યા કેસની તપાસ દરમિયાન પંજાબ પોલીસની CIA ટીમને આરોપીઓ ગુજરાત તરફ ભાગી ગયા હોવાની બાતમી મળી હતી. આ માહિતી ગુજરાત ATS સાથે શેર કરવામાં આવી હતી. ATSએ તપાસ હાથ ધરી આરોપીઓ વલસાડ જિલ્લાના વાપીમાં છુપાયા હોવાની વિગતો મેળવી હતી. આરોપીઓ અન્યત્ર ભાગી જાય તે પહેલાં તેમને ઝડપી લેવા ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ SOGના PI ડી.ડી. પરમારની ટીમે વાપીમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ ATSની ટીમ તેમને અમદાવાદ સ્થિત ATS હેડક્વાર્ટરમાં લઈ ગઈ હતી. તરનતારનના એક જ ગામના ત્રણ આરોપીઓ ઝડપાયા આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ હરસિમરનજિત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા, ફતેહ સિંહ અને અરમાન સિંહ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓ પંજાબના તરનતારન જિલ્લાના સંગે ગામના રહેવાસી છે. ATSની પૂછપરછ દરમિયાન હત્યા પહેલાં કરવામાં આવેલી રેકી અને ગુનામાં તેમની ભૂમિકા અંગે વિગતો સામે આવી હોવાનો પોલીસનો દાવો છે. પંજાબ પોલીસ ત્રણેય આરોપીઓને વધુ તપાસ માટે લઈ ગઈ 10 ઓક્ટોબરે પંજાબ પોલીસની વિશેષ ટીમ ગુજરાત ATSના હેડક્વાર્ટર ખાતે પહોંચી હતી. જરૂરી કાર્યવાહી બાદ ત્રણેય આરોપીઓનો કબજો મેળવી ટીમ તેમને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે પંજાબ લઈ ગઈ હતી. હવે પંજાબ પોલીસ દ્વારા હત્યાના કેસમાં આરોપીઓની ભૂમિકા, ઘટનાની પૂર્વતૈયારી અને અન્ય સંભવિત કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના મકરપુરામાં સ્કૂટર અને બાઇક વચ્ચે અથડામણ:બન્ને વાહનોના ઈજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખસેડાયા; પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    વડોદરા SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર:પંચમહાલ LCBએ ગણતરીના કલાકોમાં ગોધરાથી ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment