Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર:પંચમહાલ LCBએ ગણતરીના કલાકોમાં ગોધરાથી ઝડપી પાડ્યો

    17 hours ago

    વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા ગુજસીટોકના આરોપી મોહસીન સુલેમાન મીંઢીને પંચમહાલ LCBએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. તેને ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી પકડાયો. ગુજસીટોકના ગુનામાં આરોપી મોહસીન મીંઢીને સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાંથી તે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો. આરોપી ફરાર થતા પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની સૂચનાથી LCB ટીમને પકડવા આદેશ અપાયા. LCBના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ અલ્પેશભાઈને બાતમી મળી કે આરોપી ગોધરાના સાતપુલ વિસ્તારમાં જૂની રોઝી હોટલ પાસે ઊભો છે. પો.સ.ઈ. એચ.આર. જેતાવત સહિતની LCB ટીમે તેને ઝડપી પાડ્યો. ઝડપાયેલા મોહસીન મીંઢીને આગળની કાર્યવાહી માટે ગોધરા રેલવે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો. આ કામગીરીમાં પો.સ.ઈ. જેતાવત, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ અલ્પેશભાઈ અને યોગેશકુમારે કામ કર્યું.
    Click here to Read More
    Previous Article
    મેડ સંધુ મર્ડર કેસના 3 શૂટરો ગુજરાતમાંથી ઝડપાયા:વાપીમાં ATS અને વલસાડ SOGના સંયુક્ત ઓપરેશનમાં દબોચાયા, પંજાબ પોલીસ તપાસ માટે લઈ ગઈ
    Next Article
    તિથલ ખાતે વાંકી નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું:બ્રિજ બની જતા સ્થાનિકોને અવરજવરમાં સરળતા રહેશે, વિસ્તારના વિકાસને વેગ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment