Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેડીયાપાડાના SRP જવાને સુરતની નર્સ પર દુષ્કર્મ આચર્યું:ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ગેસ્ટહાઉસમાં કુકર્મ આચરતો, 6 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા'તા

    7 hours ago

    સુરત શહેરમાં શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 30 વર્ષીય નર્સ સાથે લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા બાદ સમાધાન થઈ ગયું હોવા છતાં SRP જવાને જૂના ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપી SRP જવાન વિજ્ઞેશ વસાવા સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 3 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ સમાજની હાજરીમાં છૂટા પડ્યા'તા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અલમાવાડી ગામનો વતની અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)માં ફરજ બજાવતો વિજ્ઞેશ રાવજીભાઈ વસાવા કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 30 વર્ષીય યુવતી સાથે સગાઈ કરવાના બહાને સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે ત્રણેક વર્ષ સુધી પ્રેમસંબંધ રહ્યો હતો. જોકે, સંબંધોમાં ખટાશ આવતાં બંને પરિવારો અને સમાજના આગેવાનોની હાજરીમાં લખાણ કરીને સંબંધનો અંત આણવામાં આવ્યો હતો. સમાજે 8 લાખનો દંડ ફટકાર્યો હતો, ફોટા ડિલીટ કરવાની શરત હતી સમાજ સમક્ષ થયેલી પંચાયતમાં વિજ્ઞેશ વસાવા અને યુવતી વચ્ચે નક્કી થયું હતું કે મોબાઈલમાંથી તમામ અંગત મેસેજ અને ફોટા-વીડિયો સંપૂર્ણપણે ડિલીટ કરી દેવા. આ સમાધાન વખતે સમાજે વિજ્ઞેશ વસાવાને ₹8 લાખનો દંડ પણ ફટકાર્યો હતો, જેમાંથી વિજ્ઞેશે ₹5.30 લાખ યુવતીને ચૂકવ્યા હતા અને ભવિષ્યમાં કોઈ સંબંધ નહીં રાખવાની ખાતરી આપી હતી. સુરત બંદોબસ્તમાં આવી હોસ્પિટલમાં ધમાલ મચાવવાની આપી ધમકી સમાધાન બાદ પણ વિજ્ઞેશની દાનત બગડી હતી. ગત 1લી મેના રોજ સુરત ખાતે બંદોબસ્તની ફરજ પર આવેલા વિજ્ઞેશ વસાવાએ હોસ્પિટલમાં રહેતી નર્સનો સંપર્ક કર્યો હતો. તેણે યુવતીને જો સાથે નહીં આવે તો હોસ્પિટલમાં આવીને ધમાલ મચાવવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બદનામીના ડરે યુવતી તેની સાથે જવા મજબૂર બની હતી. લાલદરવાજાના ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું આરોપી જવાન યુવતીને લાલદરવાજા વિસ્તારમાં આવેલા આવકાર ગેસ્ટહાઉસ ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે અગાઉના રિલેશનશિપ સમયના અંગત ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીની મરજી વિરુદ્ધ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ બાદ ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી કાપોદ્રા પોલીસ મથકે પહોંચી આપવીતી જણાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે SRP જવાન વિજ્ઞેશ વસાવા સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂયોર્કમાં ભારતીય મૂળની યુવતી ટ્રેન નીચે કપાઈ ગઈ, VIDEO:અડધી રાત્રે તેના ફ્રેન્ડ સાથે ટ્રેક પર બેઠી હતી, બંનેના મોત; ટ્રેન ઓપરેટરે કહ્યું- યુવતી હસી રહી હતી
    Next Article
    ગોધરાના ગોન્દ્રા મેસરી નદીના કોઝવે પરથી પાણી ઓસર્યું:પાણીનું સ્તર ઘટતાં વાહન વ્યવહાર ફરી શરૂ, સ્થાનિકોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment