Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગપુરમાં એરફોર્સ ઓફિસરની પત્ની પર બળાત્કાર:બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ; VIDEOમાં રડતી રડતી બોલી રહી- મને જવા દો

    6 days ago

    નાગપુરમાં ભારતીય વાયુસેના (IAF) અધિકારીની 24 વર્ષીય પત્ની પર બળાત્કાર, બ્લેકમેઇલિંગ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. મુખ્ય આરોપી, અયાઝ તાજ મદારે તેનો પૂર્વ સ્કૂલ ક્લાસમેટ છે. પીડિતાના જણાવ્યા મુજબ, અયાઝ તેના પર ધાર્મિક મંત્રો બોલતા વિધિઓ કરતો હતો અને ત્યારબાદ તેના પર બળાત્કાર કરતો હતો. ધર્મ પરિવર્તન સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અયાઝ તેનો હાથ પકડીને ધાર્મિક મંત્રો બોલતો જોવા મળે છે. વીડિયોમાં, મહિલા રડતા રડતા કહે છે, "મારો હાથ છોડી દે... મને જવા દે." તે રડી રહી છે અને વિરોધ કરતી જોવા મળે છે, વારંવાર કહે છે, "મને છોડી દે," જ્યારે આરોપી તેના બંને હાથને પકડી રાખે છે. પોલીસે અય્યાઝ મદારે અને તેના એક સાથી અમીન શેખની ધરપકડ કરી છે. અય્યાઝ મહિલાનો ભૂતપૂર્વ ક્લાસમેટ રહ્યો છે. પોલીસ હવે મહિલાનું ધર્મપરિવર્તન કરાવનાર મૌલાનાની શોધ કરી રહી છે. મૌલાનાને શોધવા માટે એક ટીમને મધ્ય પ્રદેશ મોકલવામાં આવી છે. વીડિયોમાં શું છે, જુઓ બે GIFમાં શું છે આખો મામલો? 24 વર્ષની પીડિત મહિલાના પતિ ભારતીય વાયુસેનામાં અધિકારી છે અને બીજા શહેરમાં તહેનાત છે. મહિલા પ્રોપર્ટી ખરીદવા-વેચવાનું કામ કરે છે. ફરિયાદ મુજબ ફેબ્રુઆરી 2025માં તેના ક્લાસમેટ અય્યાઝે પ્લોટ ખરીદવાના બહાને તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પ્રોપર્ટી ડીલના બહાને તેને હોટલ બોલાવી. ત્યાં નશીલો પદાર્થ પીવડાવીને બળાત્કાર કર્યો અને અશ્લીલ ફોટો-વીડિયો બનાવી લીધા. બાદમાં આ જ વીડિયો દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી અને લગભગ 4 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. ધાર્મિક વિધિ કરી, બળજબરીથી 'કુબુલ હૈ' બોલાવડાવ્યું મહિલાનો દાવો છે કે 31 મેના રોજ, અયાઝ તેને બળજબરીથી નાગપુર નજીક કાલમેશ્વર લઈ ગયો હતો. ત્યાં તેનો પરિચય અમીન શેખ અને હઝરત મૌલાના સાથે થયો હતો. મૌલાના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના તામિયા ગામના રહેવાસી છે. ફરિયાદ મુજબ, ત્રણેય તેને સુમસામ જગ્યાએ લઈ ગયા. ત્યાં, મૌલાનાએ પીડિતાને ધાર્મિક વિધિઓ કરાવી અને બળજબરીથી 'કુબુલ હૈ' બોલાવડાવ્યું હતું. ત્યારબાદ, તેને કહેવામાં આવ્યું કે ધર્મ પરિવર્તન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેના હવે અયાઝ મદારે સાથે નિકાહ થઈ ગયા છે. પીડિતાએ FIRમાં જણાવ્યું કે આરોપી તેને એક બોટલમાંથી કોઈ પ્રવાહી પદાર્થ પીવડાવતો હતો, પછી ઉર્દૂમાં કંઈક બાલીને ચહેરા પર ફૂંક મારતો હતો. આ પછી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, વારંવાર જાતીય શોષણ, બ્લેકમેલ, ખંડણી, જબરદસ્તી ધર્મપરિવર્તન અને મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા અને કાળો જાદુ વિરોધી કાયદાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરીને ફોરેન્સિક તપાસ શરૂ કરી દીધી છે. વાયરલ વીડિયો બન્યો મુખ્ય પુરાવો પોલીસના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં આરોપી અય્યાઝ તાજ મદારે મહિલાનો હાથ પકડીને બળજબરીથી કલમા પઢવા માટે મજબૂર કરતો દેખાય છે. વીડિયોમાં, મહિલા રડતી અને પોતાને છોડાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ વીડિયો હવે આ કેસમાં મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવો બની ગયો છે. પોલીસે મહિલાનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2025માં, આરોપીએ તેને મિલકતના ડીલના બહાને નાગપુરની એક હોટલમાં બોલાવી હતી. ત્યાં તેને નશાયુક્ત પીણું પીવડાવ્યું હતું. એવો આરોપ છે કે બેભાન હાલતમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં, આ જ વીડિયોથી બ્લેકમેલ કરીને તેને ધમકી આપવામાં આવી હતી. મહિલાનો આરોપ છે કે આરોપી તેના પર ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરતો હતો. ફરિયાદ મુજબ, તેને 31 મેના રોજ નાગપુરના કલમેશ્વર વિસ્તારમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનો પરિચય અમીન શેખ અને હઝરત મૌલાના સાથે થયો હતો. ત્યારબાદ, એકાંત સ્થળે કથિત ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી, અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનું ધર્મ પરિવર્તન થઈ ગયું. પતિ ઘરે આવ્યા પછી આખી ઘટના જણાવી પીડિતાએ પોલીસને જાણ કરી કે તેના પતિ બીજા શહેરમાં ભારતીય વાયુસેનાનો અધિકારી છે. થોડા દિવસો પહેલા જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેણે તેમને આખી ઘટના જણાવી. ત્યારબાદ, સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા, અય્યાઝ તાજ મદારે અને અમીન શેખની ધરપકડ કરી. પોલીસ ફરાર મૌલાનાને શોધી રહી છે આ કેસનો ત્રીજો આરોપી હઝરત મૌલાના હજુ પણ ફરાર છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના તામિયા વિસ્તારમાં પોલીસ ટીમ તેને શોધી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે કથિત ધર્મ પરિવર્તન કયા સંજોગોમાં કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીના ભાવ ગગડ્યા:ચાંદીમાં 4 હજાર અને સોનામાં ₹552નો ઘટાડો નોંધાયો, આ વર્ષે બંનેના ભાવમાં17 હજારનો વધારો નોંધાયો
    Next Article
    વાંકાનેરના વઘાસિયા ટોલનાકે કર્મચારી પર હુમલો:ગાડી રોકવા મુદ્દે 6 શખ્સોએ ધમકી આપી, માર માર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment