Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી

    1 day ago

    આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ તો વલસાડમાં 2.17 ઇંચ વરસ્યો છે. 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહોરના ન્યુ રાણીપ, વાડજ, અખબારનગર, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આકાશમાં તાળા ડિબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડી રહ્યા છે. પાટણમાં ખુલ્લી ગટર વૃદ્ધ અને બચાવવા ગયેલો યુવક ખાબક્યા પાટણના સૌથી વ્યસ્ત એવા નવજીવન ચાર રસ્તાથી સિદ્ધપુર રોડ પર ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાતાં માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા. આ દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી ખુલ્લી ગટર નજરે ન પડતાં એક વૃદ્ધ અચાનક ગટરમાં ખાબક્યા હતા. તેઓને બચાવવા માટે તાત્કાલિક આગળ આવેલો સ્થાનિક યુવક પણ ગટરમાં પટકાયો હતો. જોકે, આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી ભારે જહમત બાદ બંનેને સહીસલામત બહાર કાઢતાં મોટી હોનારત ટળી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સક્રિય સિસ્ટમ્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ-છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે પવનની ગતિ વધતાં માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ’ સર્જાવાને કારણે પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સ (વધીને 25 નોટ્સ સુધી) અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનના જોરને કારણે દરિયો કરંટવાળો (રફથી મોડરેટ) રહેવાની શક્યતા હોવાથી માછીમારોને સુરક્ષાના ભાગરૂપે દરિયામાં ન જવાની કડક સૂચના અને ચેતવણી આપી છે.
    Click here to Read More
    Previous Article
    'મેરી રૂહ પહલે મર ગઈ, આજ શરીર માર રહી હું':પતિએ કાઢી મૂકતા રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદી સગીરાનો આપઘાત, આઈશાની જેમ અંતિમ VIDEO સામે આવ્યો
    Next Article
    સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે સર્જી તિરંગાની ભવ્ય માનવાકૃતિ:ગુરુકુલ વિદ્યાલય નાની વેડ ખાતે સમગ્ર સપ્તાહ 'રાષ્ટ્રભક્તિ સપ્તાહ' તરીકે ઉજવાયું"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment