Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે સર્જી તિરંગાની ભવ્ય માનવાકૃતિ:ગુરુકુલ વિદ્યાલય નાની વેડ ખાતે સમગ્ર સપ્તાહ 'રાષ્ટ્રભક્તિ સપ્તાહ' તરીકે ઉજવાયું"

    22 hours ago

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, નાની વેડ, સુરત ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભારતની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની ભવ્ય મહામાનવ આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યેની આદરભાવના અને રાષ્ટ્રભક્તિની લાગણીને અભિવ્યક્ત કરતી આ ભવ્ય માનવાકૃતિ દ્વારા 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ સમગ્ર સમાજ અને દેશ સુધી ‘હર ઘર તિરંગા’નો અનોખો સંદેશ પહોંચાડ્યો હતો. દેશ વિવિધતાઓ વચ્ચે તિરંગા હેઠળ એકસૂત્રે બંધાયેલો છે: પ્રભુ સ્વામી આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, આપણો ભારત દેશ ભાષા, પ્રાંત, રંગ, જાતિ અને જ્ઞાતિ જેવી અનેક વિવિધતાઓ ધરાવતો હોવા છતાં તિરંગાના ત્રણ રંગો હેઠળ એકસૂત્રે બંધાયેલો છે. ગુરુકુલમાં અધ્યાત્મ સાથે આધુનિકતા, કર્મઠતા અને સમર્પણનો સાંસ્કૃતિક સુયોગ થયેલો છે. આઝાદી પછી રાષ્ટ્રનિષ્ઠ નાગરિકોના નિર્માણ માટે રાજકોટ ગુરુકુલ અને તેની દેશ-વિદેશની 68 શાખાઓ તથા સંતો દ્વારા ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. 'રાષ્ટ્રભક્તિ સપ્તાહ' ની ભવ્ય ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના આચાર્ય ઠેશિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'હર ઘર તિરંગા'ના આહ્વાનને વધાવવા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સપ્તાહને ‘રાષ્ટ્રભક્તિ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રભક્તોની શૌર્ય ગાથાઓ, રૂપકો, સંવાદો, પ્રવચનો અને વેશભૂષા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું સિંચન કરવામાં આવ્યું હતું. સંતો અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં ગુરુકુલના પ્રભુ સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી, ભક્તિતનય સ્વામી, જ્ઞાન પ્રકાશ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, યોગસ્વરૂપ સ્વામી, રાધારમણ સ્વામી અને નિર્મળ સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર, ભાજપ પ્રદેશ યુવા મહામંત્રી ડૉ. ભાવિનભાઈ શિરોયા, કલ્પેશભાઈ ભોજાણી તથા હરેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ માનવ આકૃતિ બનાવવામાં આચાર્ય ઠેસીયા અને આચાર્ય સલિયાના માર્ગદર્શન હેઠળ પ્રવિણભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પીપળીયા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી
    Next Article
    Vande Mataram, Lok Sabha's Quietest 3 Minutes And A Total Washout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment