Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ગોન્દ્રા મેસરી નદીના કોઝવે પરથી પાણી ઓસર્યું:પાણીનું સ્તર ઘટતાં વાહન વ્યવહાર ફરી શરૂ, સ્થાનિકોને રાહત

    7 hours ago

    ગોધરા શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે ગોધરાની મેસરી નદીમાં પાણીની આવક વધી હતી. જેના પગલે નદી બે કાંઠે વહેવા લાગી હતી. ભારે વરસાદના કારણે ગોન્દ્રા વિસ્તારમાં આવેલો મેસરી નદીનો કોઝવે પણ પાણીમાં ડૂબી ગયો હતો. કોઝવે પર પાણી ફરી વળતા સલામતી માટે તંત્રએ સાવચેતીના પગલાં લીધા હતા. વાહન વ્યવહાર પૂરી રીતે બંધ કરી દેવાયો હતો. જેના કારણે ગોન્દ્રા સહિત આસપાસના વિસ્તારના વાહનચાલકોને આવવામાં-જવામાં મુશ્કેલી પડી હતી. જોકે, આજે વરસાદ ઘટતા મેસરી નદીના પાણીનું સ્તર ઘટ્યું છે. કોઝવે પરથી પાણી ઓસરી ગયું છે. પાણીનું સ્તર સલામત થતા તંત્ર દ્વારા ગોન્દ્રા મેસરી નદીના કોઝવે પરથી વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો છે. વાહન વ્યવહાર ફરી શરૂ થતા સ્થાનિકો અને વાહનચાલકોને રાહત મળી છે. જોકે, વરસાદી વાતાવરણને જોતા નદી-નાળા અને કોઝવે પરથી પસાર થતી વખતે વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ડેડીયાપાડાના SRP જવાને સુરતની નર્સ પર દુષ્કર્મ આચર્યું:ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ગેસ્ટહાઉસમાં કુકર્મ આચરતો, 6 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા'તા
    Next Article
    વેડિંગ ઇન્વિટેશનની APK ફાઈલ ખોલતા જ પહેલા સાવધાન:એક ક્લિકમાં જ્વેલર્સનું બેંક ખાતુ ખાલી થઈ ગયું, મિત્રના હેક થયેલા વોટ્સએપ પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ 4.18 લાખ રૂપિયા ઉપડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment