Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેડિંગ ઇન્વિટેશનની APK ફાઈલ ખોલતા જ પહેલા સાવધાન:એક ક્લિકમાં જ્વેલર્સનું બેંક ખાતુ ખાલી થઈ ગયું, મિત્રના હેક થયેલા વોટ્સએપ પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ 4.18 લાખ રૂપિયા ઉપડી ગયા

    6 hours ago

    સાયબર ઠગોએ હવે વેડિંગ ઇન્વિટેશનના નામે ફાઇલ મોકલીને બેંક ખાતાં ખાલી કરવાનો નવો કીમિયો અજમાવ્યો છે. વડોદરા શહેરના સુભાનપુરાના 59 વર્ષીય જ્વેલરી વેપારીએ મિત્રના હેક થયેલા વોટ્સએપ પરથી આવેલી ‘wedding invitation.apk ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ 4.17 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જ્વેલર્સને ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને બાબુભાઈ જ્વેલર્સની દુકાન ધરાવતા ચેતનકુમાર સોનીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 10 સપ્ટેમ્બરે બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ પર બેંક ખાતામાંથી રકમ ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. 4.17 લાખ રૂપિયા પાંચ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી ઉપડી ગયા હતા. રકમ ઉપડી ગયાની જાણ થતાં વેપારીએ તાત્કાલિક બેંક ઓફ બરોડાની સુભાનપુરા શાખાના મેનેજરનો સંપર્ક કરી ખાતું ફ્રીઝ કરાવ્યું હતું. ત્યારબાદ બેંકમાં ફરિયાદ કરી હતી. વેપારીના મોબાઇલની તપાસ દરમિયાન wedding invitation.apk નામની ફાઇલ મળી હતી. 1 સપ્ટેમ્બરે તેમના મિત્રના વોટ્સએપ નંબર પરથી આ ફાઇલ આવી હતી. ફાઇલ ઓપન કરવાનો પ્રયાસ કરતાં તે ખૂલી નહોતી. બાદમાં મિત્રનો સંપર્ક કરતાં તેમનો મોબાઇલ હેક થયો હોવાનું જાણવા મળ્યું હતું. હેક થયેલા વોટ્સએપ નંબર પરથી આવેલી APK ફાઇલ અને ત્યારબાદ ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હોય છે તેની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના ગોન્દ્રા મેસરી નદીના કોઝવે પરથી પાણી ઓસર્યું:પાણીનું સ્તર ઘટતાં વાહન વ્યવહાર ફરી શરૂ, સ્થાનિકોને રાહત
    Next Article
    સેક્ટર 11માં આવેલા GBRCમાં આગ:શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન, આગ પર તાત્કાલીક કાબૂ મેળવી લેવાતા 12 કેબિન સુરક્ષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment