Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેક્ટર 11માં આવેલા GBRCમાં આગ:શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન, આગ પર તાત્કાલીક કાબૂ મેળવી લેવાતા 12 કેબિન સુરક્ષિત

    6 hours ago

    ગાંધીનગરના સેક્ટર 11માં ધમધમતી એમ. એસ. બિલ્ડિંગની બી વિંગમાં છઠ્ઠા માળ પર કાર્યરત ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને તંત્રમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયર બ્રિગેડ ધ્વારા ત્વરિત પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી આગને વધુ પ્રસરતા અટકાવી દેવાઈ હતી. એસીમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગ્યાનું અનુમાન ગાંધીનગર ખાતે આવેલા મહત્વના સંશોધન કેન્દ્રમાં આજે મોટો અકસ્માત ટળી ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગાંધીનગરના સેક્ટર 11માં ધમધમતી એમ. એસ. બિલ્ડિંગના 6 માળ પર આવેલી બી વિંગમાં કાર્યરત ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં કુલ 13 કેબિનો અને નાની નાની લેબ બનાવવામાં આવેલી છે. આ તમામ સંશોધન અને વહીવટી ખંડો આધુનિક સાધનોથી સજ્જ છે. રિસર્ચ સેન્ટરની અંદર આવેલા સેન્ટિસ કેબિન નંબર-2 માં અચાનક આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ કેબિનમાં લગાવવામાં આવેલા એર કંડિશનરમાં અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાથી આગ ફાટી નીકળી હતી. એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગ પર તાત્કાલીક કાબૂ લેવાતા મોટી દુર્ઘટના ટળી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સમયસર ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો અને આગને વધુ પ્રસરતી અટકાવી દીધી હતી.રિસર્ચ સેન્ટરમાં બનાવવામાં આવેલી કુલ 13 કેબિનો અને લેબ પૈકી માત્ર એક જ કેબિનમાં એસીના ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે સમયસર યોગ્ય પગલાં લેવાતા બાકીની 12 કેબિનો સંપૂર્ણપણે સુરક્ષિત અને સહી સલામત બચી ગઈ છે. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ નથી.પરંતુ ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત કેટલાક મહત્વના દસ્તાવેજોને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ટેકનિકલ ખામીઓનું પુનરાવર્તન ન થાય.
    Click here to Read More
    Previous Article
    વેડિંગ ઇન્વિટેશનની APK ફાઈલ ખોલતા જ પહેલા સાવધાન:એક ક્લિકમાં જ્વેલર્સનું બેંક ખાતુ ખાલી થઈ ગયું, મિત્રના હેક થયેલા વોટ્સએપ પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ 4.18 લાખ રૂપિયા ઉપડી ગયા
    Next Article
    Mehsana Crime | મહેસાણામાં ચેઇન સ્નેચર બન્યા બેફામ | Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment