Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SRP જવાન સચિવાલયના ગેટ નં-3 પાસે ઝાડ પર લટકી ગયો:આપઘાતનું કારણ અકબંધ, ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાઈ

    19 hours ago

    પાટનગર ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત ગણાતા સચિવાલય સંકુલમાં આજે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિવાલયના ગેટ નંબર-3 પાસે ફરજ પર તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસના એક જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં અને સચિવાલયમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, રાજેન્દ્રસિંહ ગોહિલ સચિવાલયની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા. આજે ફરજ દરમિયાન જ તેઓએ ગેટ નંબર-3ની નજીક આવેલા એક ઝાડનો સહારો લઈ મોતને વહાલું કર્યું હતું. આ બનાવની જાણ આસપાસના કર્મચારીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓને થતા જ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ચાલુ ફરજે અને જાહેરમાં આ રીતે જવાને આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ અંગે જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક જવાનના દેહને ઝાડ પરથી નીચે ઉતારી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળનું પંચનામું કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. જવાનના આ પગલાં પાછળ કોઈ કૌટુંબિક પ્રશ્ન છે કે માનસિક તણાવ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.સચિવાલય જેવા અત્યંત વ્યસ્ત અને સુરક્ષિત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પોલીસ તંત્રની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ અને કામના ભારણ પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અનેક ઉમેદવારોના ફોર્મ રદ:AAP અને કોંગ્રેસને મોટો ફટકો, રાજકીય ગરમાવો વધ્યો
    Next Article
    નવસારીમાં 'ઓપરેશન લોટસ'થી રાજકારણ ગરમાયું:ભાજપનો 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો, કોંગ્રેસના ધમકીના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment