Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ વખત ફેન્સિંગ-કરાટેમાં ખેલાડીઓ કૌવત બતાવશે:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્પોર્ટ્સ કેલેન્ડર જાહેર, ભાઈઓ- બહેનોની 52 ઇવેન્ટ, 7 ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યા

    2 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મૂજબ આંતર કોલેજ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટેની અલગ અલગ 52 ઇવેન્ટ રમાશે. જે 6 ઓગસ્ટથી ચેસની રમત સાથે શરૂ થશે અને 19 ડિસેમ્બરના પાવર લિફ્ટિંગ સાથે પૂર્ણ થશે. આ વખતે પ્રથમ વખત ફેન્સિંગ અને કરાટેની સ્પર્ધા યોજાશે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 7 ઇન્ટરનેશનલ ખેલાડીઓ આપ્યા છે, ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકે તે માટે તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓગસ્ટથી અલગ અલગ આંતર કોલેજ ગેમ શરૂ થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, આ વખતે સ્પોર્ટ્સ કેલેન્ડરમાં ભાઈઓ અને બહેનોની 52 જેટલી વ્યક્તિગત અને ટીમ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ માસથી અલગ અલગ આંતર કોલેજ ગેમ શરૂ થશે. જેમાં ગત વર્ષે જે ફેન્સિંગ અને કરાટેની ગેમ ટ્રાયલ બેઝ પર હતી તે આ વર્ષે સ્પર્ધા સ્વરૂપે યોજાશે. જેથી વિદ્યાર્થી ખેલાડીઓ નેશનલ, વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ સુધી રમવા જાય તે પ્રકારનું આયોજન છે. 7 ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે થી અઢી વર્ષની અંદર લગભગ 7થી વધારે ખેલાડીઓ અલગ-અલગ રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે અને પૂરા ગુજરાતમાં એક જ યુનિવર્સિટી એવી હશે જેને છેલ્લા બે કે અઢી વર્ષની અંદર 7 આંતરરાષ્ટ્રીય ખેલાડી આપ્યા હોય. ખેલાડીઓ આમ તો ખૂબ ઝીણવટપૂર્વક એનું ડાયટનું ધ્યાન રાખતા હોય છે. સાથે સાથે એનું હેવી વર્ક હોય છે અને એની હેવી ટ્રેનિંગ શિડ્યુલ સાથે એના એક્સપર્ટ કોચ સાથે ખૂબ સારી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે અને ત્યાં પરફોર્મન્સ આપી શકે એટલા માટે એની ટ્રેનિંગ ઉપર વધારે એને ફોકસ કરાવવામાં આવે છે. આ 7 ખેલાડીઓ ઈન્ટરનેશનલ લેવલે ઝળક્યા
    Click here to Read More
    Previous Article
    વિઠ્ઠલનાથજીના વરઘોડાની તડામાર તૈયારીઓ:દેવપોઢી એકાદશીએ વડોદરામાં વિઠ્ઠલનાથજી ભગવાનનો ઐતિહાસિક 217મો વરઘોડો નીકળશે, રાજવી પરિવાર પ્રસ્થાન કરાવશે
    Next Article
    Jeetendra bought Bharat Bhushan’s Pali Hill villa for Rs 4.25 lakh; now worth Rs 500 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment