Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અનેક ઉમેદવારોના ફોર્મ રદ:AAP અને કોંગ્રેસને મોટો ફટકો, રાજકીય ગરમાવો વધ્યો

    6 days ago

    પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અનેક ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પોરબંદર મહાનગરપાલિકામાં કુલ સાત ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આમાં સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટી (AAP) ને થયું છે. વોર્ડ નંબર 3 માંથી ધર્મેશ લખુભાઈ મોરી અને ભાવેશભાઈ નારણભાઈ મકવાણા (બંને AAP) ના ફોર્મ રદ થયા છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 7 માંથી જીવનભાઈ રણછોડભાઈ જુંગી, વસંતીબેન જિતેન્દ્ર જુંગી અને વર્ષાબેન રમેશભાઈ ગોહેલ (બધા AAP) ના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 10 માંથી સોનલબેન નાથાભાઈ સોલંકી (AAP) અને વોર્ડ નંબર 11 માંથી બહુજન સમાજ પાર્ટીના હાજા લખમણ ઓડેદરાનું ફોર્મ પણ રદ થયું છે. જિલ્લા પંચાયતમાં ત્રણ બેઠકો પરથી ઉમેદવારોના ફોર્મ રદ થયા છે, જેમાં કોંગ્રેસ અને AAP ના મહત્વના ઉમેદવારોનો સમાવેશ થાય છે. બખરલા બેઠક પરથી મણીબેન માલદેભાઈ ચાવડા (કોંગ્રેસ), ચૌટા બેઠક પરથી કવિબેન કનાભાઈ નંદાણિયા (કોંગ્રેસ) અને મોઢવાડા બેઠક પરથી રામબેન ભીખુભાઈ પાંદવાદર (AAP) ના ફોર્મ રદ થયા છે. પોરબંદર તાલુકા પંચાયતની નાગકા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુમરીબેન બેચર ચવાડાનું ફોર્મ રદ થતા કોંગ્રેસને અહીં પણ ફટકો પડ્યો છે. ફોર્મ રદ થવા પાછળ મુખ્યત્વે ટેકનિકલ ખામીઓ અને અધૂરી વિગતો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. હવે આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું મોત, CCTV:હાઈવે પર 2 કલાક મૃતદેહ પડ્યો રહ્યો, પાછળ બેઠેલા બાળકનું માથું ફાટી ગયું, વડોદરાના મુંબઈ-અમદાવાદ NH પરની ઘટના
    Next Article
    SRP જવાન સચિવાલયના ગેટ નં-3 પાસે ઝાડ પર લટકી ગયો:આપઘાતનું કારણ અકબંધ, ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment