Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું મોત, CCTV:હાઈવે પર 2 કલાક મૃતદેહ પડ્યો રહ્યો, પાછળ બેઠેલા બાળકનું માથું ફાટી ગયું, વડોદરાના મુંબઈ-અમદાવાદ NH પરની ઘટના

    6 days ago

    મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. બાઈક પર બેઠેલા એક મહિલા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કર્યા હતા. જેથી કપુરાઇ પોલીસ ઘટના પર દોડી આવી હતી. લોકોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે એક કલાક સુધી ચક્કા જામ કરી દીધો હતો. માત્ર એટલું જ નહીં, 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડયો રહ્યો હતો. આ અંગે DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે સવારે અંબા ચોકડીથી આગળ GEB કટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલર ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા ગાડી સાથે અથડાયા હતા. જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. મૃતકની ઓળખ અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ગાડી ચાલક, જેઓ રોંગ સાઈડમાં આવી રહ્યા હતા, તેમને પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાથી તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ ગામના કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા અને થોડી વાર માટે ટ્રાફિક રોકાયો હતો. પોલીસ દ્વારા લોકોને સમજાવીને હાલ હાઈવે ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોની જે પણ રજૂઆતો છે તે સાંભળવામાં આવશે. આ બાબતે હાઈવે ઓથોરિટી, RTO અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવશે અને ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય તે માટે જરૂરી સૂચનો અને કાર્યવાહી કરવામાં આવશે. સુંદરપુરા ગામના સ્થાનિક પ્રવીણ પરમારે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં જે બાઇક સવાર હતા, તેઓ અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યા હતા. હવે સમસ્યા એ છે કે અમારા સુન્દરપુરા પાટિયા પાસે રોડ પર ક્યાંય 'કટ' (યુ-ટર્ન) નથી. આ કટ ન હોવાને કારણે વાહનોએ ફરજિયાત રોંગ સાઈડમાં આવવું પડે છે. આજે પણ એવું જ થયું, રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે આ અકસ્માત સર્જાયો. આમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતા એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમે વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે અમને અહીં એક ગરનાળું બનાવી આપો અથવા તો રોડ પર 'કટ' કરી આપો. પરંતુ અત્યાર સુધી તંત્ર જાગ્યું નથી. કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ જ કારણ છે કે વારંવાર અહીં અકસ્માતો થાય છે અને લોકોએ જીવ ગુમાવવા પડે છે. ઘણી વાર અહીં અકસ્માતો થયા છે અને લોકોએ રોડ જામ કરીને વિરોધ પણ નોંધાવ્યો છે, પણ પરિણામ શૂન્ય છે. મેં પોતે અમારા ગામના સરપંચશ્રીને અને સુન્દરપુરાના સરપંચને પણ વાત કરી છે. અમે માંગણી કરી છે કે અમને લેખિતમાં લેટર પેડ પર રજૂઆત કરી આપવામાં આવે, જેથી અમે આ 'કટ' ની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકીએ અને આવા નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય. અમદાવાદ-સુરત હાઈવે પર રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે જ આ દુર્ઘટના ઘટી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓ-યુવકો વચ્ચે કપડાં ફાડી મારામારી, LIVE દૃશ્યો:સરથાણામાં માં ઓનલાઇન બિઝનેસ મુદ્દે સોસાયટી સમરાંગણ બની
    Next Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અનેક ઉમેદવારોના ફોર્મ રદ:AAP અને કોંગ્રેસને મોટો ફટકો, રાજકીય ગરમાવો વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment