Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓ-યુવકો વચ્ચે કપડાં ફાડી મારામારી, LIVE દૃશ્યો:સરથાણામાં માં ઓનલાઇન બિઝનેસ મુદ્દે સોસાયટી સમરાંગણ બની

    6 days ago

    સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઇન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધીંગાણામાં બંને પક્ષે કપડાં ફાડી નાખવા સુધીની હદ વટાવવામાં આવી હતી, જેના લાઈવ વીડિયો સામે આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃત્તિનો વિવાદ મળતી માહિતી મુજબ, સંત દેવીદાસ સોસાયટીમાં કેટલાક યુવકો ભાડે મકાન રાખીને ઓનલાઇન વેપાર ચલાવે છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ ડહોળી રહ્યા છે. ગઈકાલે (13 એપ્રિલ) જ્યારે ઓનલાઇન માલની ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા હતા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું. મહિલાઓ અને યુવકો સામસામે, ફિલ્મી દૃશ્યો સર્જાયા ડિલિવરી બોયને રોકવા જતાં મામલો એટલો બિચક્યો કે વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે સામસામે ફિઝિકલ ફાઈટ શરૂ થઈ ગઈ હતી. આરોપ છે કે ઉશ્કેરાયેલા યુવકોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમના કપડાં ફાડી નાખ્યા હતા. જેના વળતા જવાબમાં મહિલાઓએ પણ મેદાન સંભાળ્યું હતું અને યુવકોને મેથીપાક ચખાડી તેમના પણ કપડાં ફાડી નાખ્યા હતા. આ સમગ્ર હંગામો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. મોડીરાત સુધી પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક સોસાયટીમાં દોડી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે સ્થાનિક સ્તરે જ મામલો થાળે પાડવા સમજાવટ કરી હતી, પરંતુ માહોલ વધુ ગરમાતા બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ સરથાણા પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધી છે. એક તરફ મહિલાઓની મર્યાદા ભંગ અને મારામારીનો મુદ્દો છે, તો બીજી તરફ યુવકોએ પણ વળતો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસ સીસીટીવી અને વીડિયોના આધારે તપાસ કરી રહી છે અને બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય, ઉમેદવારોના ફોન બંધ:વાડાબંધી શરૂ, ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં; રાજ્યમાં 9,819 ફોર્મ રદ
    Next Article
    કાર સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું મોત, CCTV:હાઈવે પર 2 કલાક મૃતદેહ પડ્યો રહ્યો, પાછળ બેઠેલા બાળકનું માથું ફાટી ગયું, વડોદરાના મુંબઈ-અમદાવાદ NH પરની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment