Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય, ઉમેદવારોના ફોન બંધ:વાડાબંધી શરૂ, ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં; રાજ્યમાં 9,819 ફોર્મ રદ

    6 days ago

    ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે 15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ ખેલાશે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. તાલુકા પંચાયતમાં સૌધી વધુ ફોર્મ રદ થયા ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે ત્યારે ઉમેદવારો વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના 'નિલેશ કુંભાણી' જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. પક્ષે પોતાના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા 'મિશન અજ્ઞાત' હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. 15 એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઈનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી 28મી વખત ઉત્તરાખંડ આવી રહ્યા છે:દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે, કોંગ્રેસે આંબેડકરના નામ પર રાખવાની માંગ કરી
    Next Article
    મહિલાઓ-યુવકો વચ્ચે કપડાં ફાડી મારામારી, LIVE દૃશ્યો:સરથાણામાં માં ઓનલાઇન બિઝનેસ મુદ્દે સોસાયટી સમરાંગણ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment