Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતીશ મરાઠા હત્યાકાંડ બાદ ‘SR કંપની’ ગેંગ ફરી સક્રિય:રાહુલ એપાર્ટમેન્ટે જૂની અદાવતમાં 26 ગુના ધરાવતા હિસ્ટ્રીશીટરનું અપહરણ કરાવ્યું, ગેંગે અજયને ઢોરમાર મારી પક્કડથી નખ ખેંચ્યો

    8 hours ago

    સુરતના ઉધના, ભેસ્તાન અને ડીંડોલી વિસ્તારમાં કુખ્યાત ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. આ ગેંગ ભૂતકાળમાં ‘SR કંપની’ તરીકે ઓળખાતી હતી, જેનું સંચાલન રાહુલ એપાર્ટમેન્ટ અને સતીશ મરાઠા કરતા હતા. ગત ઓગસ્ટ મહિનામાં જેલમાં બેસીને રાહુલ મંડલે સતીશ મરાઠાની હત્યા કરાવી દીધી હતી. સતીશ મરાઠાના હત્યાકાંડ બાદ આ ગેંગ લાંબા સમયથી નિષ્ક્રિય બની ગઈ હતી. જોકે, હવે રાહુલ એપાર્ટમેન્ટ સોશિયલ મીડિયા થકી ફરીથી ‘SR કંપની’ ગેંગ ચલાવી રહ્યો હોવાનું દર્શાવી વિસ્તારમાં પોતાનો દબદબો સાબિત કરવા સક્રિય બન્યો છે. આ વર્ચસ્વની લડાઈમાં રાહુલ એપાર્ટમેન્ટે પોતાના કટ્ટર હરીફ ગણાતા અજયને ટાર્ગેટ બનાવી તેનું અપહરણ કરી જીવલેણ હુમલો કર્યો છે. ઉધના શિવાજી ચોકથી બાઈક પર અજયનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું ફરિયાદ મુજબ ભેસ્તાન ખાતે આવેલી તિરુપતિ બાલાજી સોસાયટીમાં રહેતો 29 વર્ષીય અજય ઉર્ફે ભજજી ભાવરાવ આંબેકર તારીખ 22/10/2026ના રોજ મોડી રાત્રે મિત્રો સાથે ડીંડોલી ખાતે ચા પીવા ગયો હતો. રાત્રે આશરે 02:00 વાગ્યે પરત ફરતી વખતે ઉધના છત્રપતિ શિવાજી ચોક પાસે કૃણાલ ઉર્ફે બટકો મોહીતે અને રાજા ગાંડો એક્સેસ જેવા વાહન પર આવી પહોંચ્યા હતા. બંનેએ અજયને ધમકાવીને કહ્યું કે ‘તને રાહુલ એપાર્ટમેન્ટે બોલાવ્યો છે.’ અજયે સાથે જવાની આનાકાની કરતાં બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી અજયનો કોલર પકડી જબરદસ્તીથી તેને બાઈક વચ્ચે બેસાડી દીધો હતો. ત્યારબાદ તેને પૂરઝડપે રાહુલ એપાર્ટમેન્ટના અડ્ડા સમાન બાજપાઈ આવાસ ખાતે લઈ ગયા હતા. લોખંડના પક્કડથી અંગૂઠાનો નખ ખેંચી યાતના આપી આક્ષેપ છે કે, બાજપાઈ આવાસ ખાતે રાહુલ એપાર્ટમેન્ટ ભાયદાસ પીપળે, કલ્પેશ ઉર્ફે ટર્કી સંજય ચૌધરી, વિપુલ ઉર્ફે નાગ્યા અને પ્રશાંત ભટેસીંગ રાજપૂત સહિતના શખ્સો હાજર હતા. ત્યાં રાહુલ એપાર્ટમેન્ટે અજયને ધમકી આપતાં કહ્યું કે, ‘કલ્પેશ સામે તે જે જૂની ફરિયાદ કરી છે તેમાં સમાધાન કરી લે.’ અજયે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડતાં જ તમામ આરોપીઓ લાકડાના ફટકા વડે તેના પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન કલ્પેશ ટર્કીએ ખિસ્સામાંથી લોખંડનું પક્કડ કાઢી અજયના ડાબા પગના અંગૂઠાનો આખો નખ ખેંચી કાઢી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આરોપીઓએ તેને આશરે 2 થી 2.5 કલાક સુધી ગોંધી રાખી જો સમાધાન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘર પાસે લોહીલુહાણ હાલતમાં ફેંકી દીધો, સવારે રિક્ષામાંથી બેભાન મળ્યો અજયને અધમૂઓ કરી નાખ્યા બાદ વહેલી સવારે 04:30 વાગ્યાના અરસામાં આરોપી પ્રશાંત રાજપૂત અને અન્ય એક અજાણ્યો શખ્સ તેને ભેસ્તાન ખાતે તેના ઘર પાસે રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે ચાલી ન શકતો અજય ઘર બહાર પાર્ક કરેલી એક રિક્ષામાં બેસવા જતાં જ બેભાન થઈ ગયો હતો. સવારે 06:30 વાગ્યે મિત્રની માતાએ તેને રિક્ષામાં લોહીલુહાણ હાલતમાં પડેલો જોતાં પરિવારજનોને જાણ કરી હતી. પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બંને પક્ષો સામે 26-26 ગુના નોંધાયેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજયની હાલત ગંભીર છે. તેના જમણા હાથ અને જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, માથાના ભાગે 5 થી 6 ટાંકા, હોઠની અંદર 2 થી 3 ટાંકા તથા શરીરે મુંઢ ઈજાઓ પહોંચી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હુમલો કરનાર રાહુલ એપાર્ટમેન્ટ સામે શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ભોગ બનનાર અજય ઉર્ફે ભજજી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે પણ અગાઉ 26 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2022માં અજયે ઉધના પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ઉર્ફે ટર્કી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેનું સમાધાન કરવા માટે આ આખું ષડયંત્ર રચાયું હતું. રાહુલ એપાર્ટમેન્ટને દબોચવા પોલીસની 2 ટીમો મહારાષ્ટ્ર રવાના અજયની ફરિયાદ નોંધી ઉધના પોલીસે રાહુલ એપાર્ટમેન્ટ, કલ્પેશ ટર્કી, બટકો મોહીતે, રાજા ગાંડો, વિપુલ નાગ્યા અને પ્રશાંત રાજપૂત સહિતના આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ગેરકાયદે મંડળી રચી જીવલેણ હુમલો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેંગસ્ટરો ઘટના બાદ સુરત છોડીને ભાગી ગયા હોવાની બાતમી મળતાં ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ એપાર્ટમેન્ટ અને તેની ટોળકીને ઝડપી પાડવા માટે સુરત પોલીસની 2 સ્પેશિયલ ટીમો મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ફરી ગેંગવોર ન ભડકે તે માટે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    ચક્રવાત અર્નબ આંધ્ર કિનારા તરફ આગળ વધ્યું:6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી; ઓડિશામાં 60 રેસ્ક્યુ ટીમો તૈનાત, બે દિવસ સ્કૂલ-કોલેજ બંધ
    Next Article
    દહેજ ભૂખ્યા સાસરિયાના સતત ત્રાસથી કંટાળી યુવતીનો એસિડ પી આપઘાત:પરસેવાની કમાણીથી ખરીદેલું એક્ટિવા શિખવાની સામાન્ય ઈચ્છા કાળ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment